For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ સાહેબે બોસ્ટન ધમાકા માટે આંસૂ વહાવ્યા, બેંગ્લોર બ્લાસ્ટને ભૂલી ગયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 એપ્રિલ: યુપીએ સરકાર દેશને આતંકવાદી હુમલાથી સુરક્ષિત કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે, પરંતુ લાગે છે કે સરકારની સંવેદનશીલતા પણ આ હુમલામાં મરી પરવારી છે. આપણા વડાપ્રધાન મનમોહન સિંહને અમેરિકાના બોસ્ટન શહેરમાં થયેલા બ્લાસ્ટ પર આંસૂ સરાવવાનું યાદ રહ્યું, પરંતુ બેંગ્લોર બ્લાસ્ટને તે ભૂલી ગયા. બધાની જેમ વડાપ્રધાનને પણ બોસ્ટન બ્લાસ્ટનું દુખ થયું. તેમને વૈચારિકતા નિભાવતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ફોન કરી પોતાનું દુખ વ્યક્ત કર્યું અને સંકટ સમયે તેમની સાથે રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર પણ વડાપ્રધાન મનમોહન સિંહે સતત બોસ્ટન હુમલા પર અફસોસ વ્યક્ત કરતાં રહ્યાં અને હુમલામાં મોતને ભેટનારાઓ માટે દુખ વ્યક્ત કરતાં રહ્યાં, પરંતુ જ્યારે બોસ્ટન હુમલાના બીજા દિવસે દેશના આઇટી હબ બેંગ્લોરમાં આતંકવાદી હુમલો થયો તો વડાપ્રધાન મનમોહન સિંહની બધી જ સંવેદનાઓ મરી પરવારી. વડાપ્રધાન મનમોહન સિંહને આ આતંકવાદી હુમલા પર અફસોસ વ્યક્ત કરવાનો સમય ન મળ્યો.

manmohan-tweets

બોસ્ટન હુમલો જ નહી વડાપ્રધાન મનમોહન સિંહને ઇરાનનો ભૂકંપ યાદ રહ્યો. ભૂકંપમાં મરનારાઓ માટે વડાપ્રધાને સાંત્વન સંદેશ જાહેર કરી ઇરાન સરકારને મોકલ્યો, પરંતુ બેંગ્લોર હુમલાને તેમને મહત્વ ન આપ્યું. શું મનમોહન સિંહ પોતાના દેશવાસીઓના દુખથી દુખી થતા નથી? શું તેમને બેંગ્લોર ધમાકા પર અફસોસ નથી? શું વડાપ્રધાનને દેશ કરતાં વધારે ચિંતા અમેરિકા અને ઇરાનની છે? બેંગ્લોરમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ થયા હતા તેથી તે માનવતા ભૂલી રાજકારણને વધારે મહત્વ આપવા જેવું લાગ્યું? કે પછી સોનિયા મેડમની પરવાનગીની રાહ જોઇ રહ્યાં હતા કે શું? ભલે આ બધું સત્ય ના હોય પરંતુ દેશના વડાપ્રધાનના વલણથી તો આવું જ લાગે છે.

જ્યારે વડાપ્રધાનના કાર્યાલયથી કોઇ પ્રતિક્રિયા ન આવી તો સોશિયલ મીડિયા પીએમની આ ચુપ્પીને લઇને હજારો સવાલ ઉભા થયા છે. એવા પ્રશ્નો થવા લાગ્યાં છે કે મનમોહન સિંહ આતંકવાદી હુમલા બાદ ચૂપ કેમ છે? શું વડાપ્રધાન મૌન હોવાનું કારણ કર્ણાટકમાં ભાજપની સરકાર છે. શું વડાપ્રધાન એટલા માટે ચુપ છે કે આતંકવાદી ધમાકો ભાજપની ઓફિસ સામે થયો હતો? શું વડાપ્રધાન પોતાની પાર્ટીના નેતા શકીલ અહેમદના તે નિવેદન સાથે સહેમત છે જેમાં તેમને કહ્યું હતું કે બેંગ્લોર બ્લાસ્ટથી ભાજપને ફાયદો થશે.

દેશના વડાપ્રધાન હોવાના નાતે તેમની ફરજ છે કે દેશના દુખમાં ભાગ થાય. આતંકવાદી હુમલા બાદ લોકોને સાંત્વન આપે, પરંતુ બેંગ્લોર બ્લાસ્ટ અંગે વડાપ્રધાન કે સરકારના કોઇ મંત્રી દ્રારા કોઇ પ્રતિક્રિયા ના આવી. ફક્ત સામે આવ્યા તો ગૃહ રાજ્યમંત્રી આરપીએન સિંહ. ગૃહમંત્રી આવ્યા અને રિતિ-રિવાજની જેમ પોતાનો કોટો પુરી કરીને ચાલ્યા ગયા. ના તો યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સામે આવ્યા ના તો રાહુલ બાબા સામે આવ્યા.

English summary
Manmohan Singh wrote to Barack Obama expressing solidarity with the American people in the wake of Boston bombing, but Singh is yet to issue any statement on the Bangalore blast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X