લવ મેરેજના ત્રણ મહિના બાદ જ પતિ-પત્ની બની ગયા જાની દુશ્મન
લવ મેરેજના ત્રણ મહિના બાદ જ પતિ-પત્ની બની ગયા જાની દુશ્મન
અજમેરઃ બંનેએ એકબીજાને પહેલી નજરમાં જ પસંદ કરી લીધા. પછી વાતો અને મુલાકાતોનો સિલસિલો શરૂ થયો. મિત્રતા થઈ, જે ધીરે-ધીરે પ્રેમમાં બદલી ગઈ. ફેબ્રુઆરી 2018માં લવ મેરેજ કરીને આ પ્રેમી જોડી હંમેશા માટે એકબીજાના થઈ ગયાં. શરુઆતમાં તો બધું જ ઠીક હતું, પરંતુ માત્ર 3 મહિનામાં બંને અલગ થઈ ગયા. વર્ષ 2019 આવતા તો સ્થિતિ એ થઈ ગઈ કે પત્નીને પતિની જ વિરુદ્ધ દુષ્કર્મનો મામલો દાખલ કરાવવો પડ્યો.

આ મામલો રાજસ્થાનના અજમેર જિલ્લાના રામગંજ પોલીસ સ્ટેશનનો છે. રામગંજ પોલ્સ સ્ટેશનના ઉપ નિરીક્ષક યુનૂસ ખાને જણાવ્યું કે અજયનગર નિવાસી યુવતીએ જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી છે. જેણે ફરિયાદમાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2018માં પહાડગંજ નિવાસી અજીત સિંહ સાથે પ્રેમ વિવાહ કર્યા હતા.
બંનેએ એકબીજાની સહમતિથી મે 2018માં શારીરીક સંબંધ બાંધી લીધો હતો, પરંતુ થોડા સમય બાદ જ અજીત સિંહે ફરી લગ્નનનો ભરોસો આપી કેટલીય વાર દુષ્કર્મ આચર્યું. હવે તે લગ્નથી ઈનકાર કરી રહ્યો છે. યુનૂસ ખાન મુજબ આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને દુષ્કર્મની ધારાઓ લગાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો- 'માયાવતીનું સમ્માન મારુ સમ્માન અને તેમનુ અપમાન મારુ અપમાન': અખિલેશ












Click it and Unblock the Notifications
