પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો, પછી તેનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે એક પરિણીત મહિલાએ કપટથી પ્રેમીને તેના ઘરની નજીક મળવા બોલાવ્યો
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે એક પરિણીત મહિલાએ કપટથી પ્રેમીને તેના ઘરની નજીક મળવા બોલાવ્યો હતો. મહિલા તેના પ્રેમીને શેરડીના ખેતરમાં લઈ ગઈ, જ્યાં તેણે તેના પ્રેમીનું પ્રાઇવેટ પાર્ટ તીક્ષ્ણ હથિયારથી કાપી નાખ્યું.

શુ છે આખો મામલો?
મામલો કુશીનગરના બરવાપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એક 20 વર્ષીય વ્યક્તિનું પડોશી યુવતી સાથે ત્રણ વર્ષથી અફેર હતું. દરમિયાન, બે વર્ષ પહેલા યુવતીના લગ્ન બીજા યુવક સાથે થયા હતા. જોકે, લગ્ન પછી પણ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધ થયો ન હતો. બંને વચ્ચે મુલાકાતો થતી હતી. રવિવારની રાત્રે આઠ વાગ્યાની આસપાસ યુવતીએ તેના પ્રેમીને બોલાવ્યો હતો અને તેને તેના ઘરની બાજુમાં બોલાવ્યો. તે પ્રેમીને એક શેરડીના ખેતરમાં લઈ ગઈ. પ્રેમી સાથે બે કલાક વિતાવ્યા પછી પરિણીત મહિલાએ તીક્ષ્ણ હથિયારથી પ્રેમીનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું હતું.
લોહીથી લથપથ યુવક ઘરે પહોંચ્યો
લોહીથી લથપથ યુવક રાત્રે 12 વાગ્યાની આસપાસ કોઈક રીતે ઘરે પહોંચ્યો હતો. યુવક પરિવારને આખી વાત જણાવી બેહોશ થઈ ગઈ હતો. ઉતાવળમાં યુવાનને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે યુવકની હાલત જોતા પીજીઆઇ રિફર કરાયો છે, જ્યાં તેની હાલત નાજુક છે.
આ પણ વાંચો: ગેંગસ્ટર અને એરહોસ્ટેસની આ લવ સ્ટોરી ખુબ જ રસપ્રદ છે












Click it and Unblock the Notifications
