For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેનામાં હવે મહિલા અધિકારી પણ મેળવી શકશે સ્થાયી કમિશન, જાણો શું થશે ફેરફાર

ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા અંગે સરકારે ગુરુવારે ઔપચારિક સ્વીકૃતિ પત્ર જારી કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા અંગે સરકારે ગુરુવારે ઔપચારિક સ્વીકૃતિ પત્ર જારી કરી દીધુ છે. હવે આનાથી સેનામાં વિવિધ મોટા પદો પર મહિલાઓની તૈનાતી થઈ શકશે. આ માહિતી ભારતીય સેનાના પ્રવકતાએ આપી. સેના તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીય સેના બધા મહિલા અધિકારીઓને દેશની સેવા કરવાનો મોકો આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

woman army

તમને જણાવી દઈએ કે આ સ્થાયી કમિશન માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. આ આદેશ મુજબ શોર્ટ સર્વિસ કમિશન(SSC)ની મહિલા અધિકારીઓને ભારતીય સેનાના બધા દસ ભાગોમાં સ્થાયી કમિશનની મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે હવે આર્મી એર ડિફેન્સ, સિગ્નલ, એન્જિનિયર, આર્મી એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ એન્જિનિયરીંગ, આર્મી સર્વિસ કૉર્પ્સ, આર્મી ઑર્ડિનન્સ કૉર્પ્સ અને ઈન્ટેલીજન્સ કૉર્પ્સમાં પણ સ્થાયી કમિશન મળી શકશે. આ સાથે સાથે જજ એન્ડ એડવોકેટ જનરલ, આર્મી એજ્યુકેશનલ કૉર્પ્સમાં પણ આ સુવિધા મળશે.

સ્થાયી કમિશન આપવાનો અર્થ એ છે કે મહિલા સૈન્ય અધિકારી હવે રિટાયરમેન્ટ (સેનાનિવૃત્તિ)ની ઉંમર સુધી સેનામાં કામ કરી શકે છે. જો તે ઈચ્છે તો પહેલા પણ નોકરીમાંથી રાજીનામુ આપી શકે છે. અત્યાર સુધી શૉર્ટ સર્વિસ કમિશન હેઠળ સેનામાં નોકરી કરી રહેલી મહિલા અધિકારીઓને હવે સ્થાયી કમિશન પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. સ્થાયી કમિશન બાદ મહિલા અધિકારી પેન્શનની પણ હકદાર થઈ જશે.

સરકારે NIT અને IITમાં પ્રવેશની પ્રક્રિયામાં કર્યો ફેરફારસરકારે NIT અને IITમાં પ્રવેશની પ્રક્રિયામાં કર્યો ફેરફાર

English summary
Women officers in the Indian Army will now be able to play larger roles with the grant of PC for women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X