For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં બાગી યેદિયુરપ્પાની કારકિર્દી ખતમ!

|
Google Oneindia Gujarati News

(નવીન નિગમ) કર્ણાટક ચૂંટણીનું પરિણામ આવી ગયુ, બધાને જાણ હતી કે કોંગ્રેસ સરકાર બનાવશે. ભાજપે કંઇક વધારે ખરાબ પ્રદર્શન કર્યું પરંતુ ભાજપના ખરાબ પ્રદર્શન પાછળ એજ વ્યક્તિ હતા જે તેને ત્યાં સુધી લઇને આવ્યા હતા. જીહાં અમે વાત કરી રહ્યાં છીએ કર્ણાટકના સૌથી શક્તિશાળી નેતા યેદિયુરપ્પાની.

અહીં તેમને શક્તિશાળી એટલા માટ લખવામાં આવી રહ્યાં છે કારણ કે આજે કોંગ્રેસ અને ભાજપમાં કોઇ એવા નેતા નથી જે પાર્ટી બહાર થયા પછી પણ એટલી જ શક્તિ દર્શાવતા હોય કે તે પોતાના જોરે 12થી 15 બેઠકો લાવી શકે છે અને પોતાની મૂળ પાર્ટીના મતો ખરાબ રીતે કાપી શકે છે. યેદિયુરપ્પાએ અત્યારસુધી જે કર્યું તે એક વિદ્રોહી સેનાપતિ કરે છે, પરતુ યેદિયુરપ્પાનું સંકટ હવે શરૂ થાય છે. આવા બાહુબલી દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યા બાદ પહેલી ચૂંટણી સુધી તો તે છવાયેલા રહ્યાં પરંતુ સત્તાના અભાવના કારણે તે પાર્ટી ઉભી કરી શક્યા નહીં અને ગુમનામીના અંધારામાં જતા રહ્યા છે.

bs-yeddyurappa
જેવી રીતે ગુજરાતમાં કેશુભાઇ પટેલ, યુપીમાં કલ્યાણ સિંહ, ઝારખંડમાં બાબુલાલ મરાંડી, હિમાચલમાં સુખારામ, હરિયાણામાં બંસીલાલ અને ભજનલાલ, તમિલનાડુમાં મૂપનાર. આ બધા એવા નેતા છે જેમના નામના કારણે પાર્ટીઓ ચાલતી હતી, પરંતુ આ દંભમાં જ્યારે તેઓ પોતાને પાર્ટી કરતા વધારે સમજવા લાગ્યા અને વિદ્રોહ કરી બેઠાં તો પહેલા અને ત્યારબાદની ચૂંટણી સુધી તેઓ પાર્ટીનું તો નુક્સાન કરતા રહ્યાં પરંતુ અંતમાં પોતાનું જ નુક્સાન કરી બેઠાં.

તેમાં બસ મુલાયમ સિંહ એક અપવાદ છે જે જનતા દળથી બહાર આવ્યા બાદ યુપીમાં સમાજવાદી પર્ટી બનાવ્યા બાદ તેને પ્રદેશમાં સ્થાપિત પણ કરી શક્યા અને આજે એ જ પાર્ટી સત્તામાં છે. અહીં મુલાયમ સિંહ યાદવનું ઉદાહરણ એટલા માટે આપવામાં આવ્યું છે, કારણ કે જ્યારે ભાજપ મંદિર મુદ્દે પોતાની સરકાર કુરબાન કર્યા બાદ મોટા ભરોસા સાથે બેઠું હતુ કે આગામી સરકાર તે જ બનાવશે તો તેને મુલાયમ બસપા સાથે સમજૂતિ કરીને મોટી ચુતારઇ કરી અને બાદમાં ભાજપ, બસપા પાસે જતા પ્રદેશમાં પોતાને નંબર વન સાબિત કર્યું. નહિતર મુલાયમ સિંહ પણ ઉપર આપવામાં આવેલા નામોમાના એક હોત.

મુલાયમ સિંહ યાદવ 1993માં સરકાર બનાવવા માટે કાશિરામ પાસે સમર્થન લેવા જઇ રહ્યાં હતા તો તેમને આદર્શ જનેશ્વર મિશ્રએ રોક્યા હતા, તેમણે કહ્યું કે કોની પાસે જઇ રહ્યાં છો કાશીરામજીને નથી જાણતા, ત્યારે મુલાયમ સિંહે જવાબ આપ્યો હતો કે આ સમયે સત્તા હાંસલ ના કરી તો પાર્ટીને ક્યારેય પણ ઉભી નહીં કરી શકું. યેદિયુરપ્પાએ જો પોતાને કર્ણાટકમાં યથાવત રાખવા છે તો તે ભાજપમાં પરત ફરી જાય અથવા તો પછી સત્તામાં સામેલ થઇ જાય, નહીંતર આગામી ચૂંટણી સુધીમાં તે પણ કર્ણાટકના રાજકારણમાંથી ગાયબ થઇ જશે અને ભાજપના બીજા કલ્યાણ સિંહ કહેવાશે.

English summary
The career of BS Yeddurappa has now ended with the results of Karnataka Assembly elections in favour of Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X