23 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં પહેલા રેકોર્ડ કર્યો લાઇવ વીડિયો

Written By:
Subscribe to Oneindia News

મુંબઇ માં એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થી અર્જુન ભારદ્વાજે સોમવારે સાંજે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતાં પહેલાં તેણે લાઇવ વીડિયો રેકોર્ડ કરી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂક પર અપલોડ કર્યો હતો. અર્જુન ભારદ્વાજે મુંબઇની બાન્દ્રા વેસ્ટ સ્થિત તાજ ફાઇવ સ્ટાર હોટેલના 19મા માળેથી કૂદકો માર્યો હતો. તેણે ફેસબૂક પર અપલોડ કરેલ વીડિયોમાં આત્મહત્યા કરવાની રીત વર્ણવી હતી.

arjun bhardwaj

સોમવારે સાંજે લગભગ 6.30 કલાકે અર્જુને હોટેલ રૂમની બારીનો કાચ તોડી છલાંગ લગાવી હતી. પોલીસ ને તેના રૂમમાંથી 9 નાની મૃત્યુ નોંધ મળી આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, અર્જુને ભારદ્વાજે રાત્રે લગભગ 3 વાગ્યે હોટેલમાં ચેક-ઇન કર્યું હતું. તે આખો દિવસ રૂમમાં જ રહ્યો હતો અને સોમવારે સાંજે 6.30 વાગ્યે તેણે આત્મહત્યા કરી હતી. તેણે આત્મહત્યા કરતાં પહેલાં 1 મિનિટ અને 43 સેકન્ડ લાંબો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેના હાથમાં સિગરેટ તથા દારૂની બોટલ જોઇ શકાય છે.

પોલીસે આગળ જણાવ્યું હતું કે, 9માંથી એક મૃત્યુ નોંધમાં અર્જુને લખ્યું છે કે, તે ડિપ્રેશનનો શિકાર હતો અને જિંદગીથી કંટાળી ચૂક્યો હતો. તેણે પોતાના માતા-પિતાની માફી પણ માંગી હતી અને ઉમેર્યું હતું કે, આ આત્મહત્યા માટે કોઇ જવાબદાર નથી.

અહીં વાંચો - અજમેર શરીફ દરગાહના પ્રમુખે કહ્યું, મુસ્લિમો કરે ગૌમાંસનો ત્યાગ

પ્રાથમિક તપાસમાં અર્જુન મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હોવાનું બહાર આવ્યું છે. તે પોતાની કોલેજની ત્રીજા વર્ષની પરીક્ષામાં સતત નાપાસ થતાં ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને આ કારણે જ તેણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. તેના પિતા બેંગ્લોરમાં બિઝનેસમેન છે, તેઓ પણ સોમવારે રાતે મુંબઇ પહોંચ્યા હતા.

English summary
A student in Mumbai posted a video on social networking sites about committing suicide and then jumped from the 19th floor of a top hotel.
Please Wait while comments are loading...