For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Zoom એપ મીટિંગનુ જૂનુ વર્ઝન તરત કરી દો બંધ, નહિતર થશે મોટુ જોખમ, સરકારે જાહેર કરી એડવાઈઝરી

જો તમે પણ ઝૂમ એપનો ઉપયોગ કરતા હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે અને શક્ય તેટલી વહેલી તકે તેને અપડેટ કરવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વાયુ વેગે આગળ વધી રહેલા ડિજિટલ યુગ સાથે દરેક વ્યક્તિ કદમતાલ મિલાવવા માંગે છે. ઑનલાઈન પેમેન્ટ, ઑનલાઈન શૉપીંગ, ઑનલાઈન બિઝનેસ, ઑનલાઈન મીટીંગ, લગભગ તમામ કામ ઑનલાઈન થઈ રહ્યા છે. પરંતુ ઑનલાઈન પ્લેટફોર્મના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. જો તમે આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતી વખતે તમારી જાતને અપડેટ નહિ રાખો તો તમને મોટુ નુકસાન થઈ શકે છે. ઑનલાઈન મીટિંગ માટેનુ સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ ઝૂમ મીટિંગ છે. જો તમે પણ આ એપનો ઉપયોગ કરતા હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે અને શક્ય તેટલી વહેલી તકે તેને અપડેટ કરવાની જરૂર છે.

હેકર મીટિંગને કરી શકે છે લીક

હેકર મીટિંગને કરી શકે છે લીક

ઝૂમ એપને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે આ એપમાં સુરક્ષા સંબંધિત ઘણી ખામીઓ છે તેથી સરકારે લોકોને એક એડવાઈઝરી જાહેર કરી છે અને તમને એપને બને તેટલુ જલ્દી અપડેટ કરવા જણાવ્યુ છે. ઈન્ડિયન કૉમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અનુસાર રિમોટ યુઝર્સ ઝૂમ દ્વારા મીટિંગમાં જોડાઈ શકે છે અને મીટીંગમાં દેખાયા વિના તે મીટીંગમાં મોટી ચોરી કરી શકે છે. આ એક મોટુ જોખમ છે કે કોઈ યુઝર તમારી મીટિંગની મહત્વપૂર્ણ બાબતો મીટિંગમાં દેખાયા વગર લીક કરી શકે છે.

મીડિયમ કેટેગરીનુ જોખમ

મીડિયમ કેટેગરીનુ જોખમ

રિપોર્ટ અનુસાર જો હેકર મીટિંગમાં સફળ થાય છે તો તે ઓડિયો અને વીડિયો ફીડ્સની ઍક્સેસ મેળવી શકે છે. મહત્વની વાત એ છે કે જો આ યુઝર પરવાનગી વગર મીટિંગમાં જોડાય તો તે તેમાં મોટો અવરોધ ઉભો કરી શકે છે. આ હેકર કંપનીની મીટિંગ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પણ મેળવી શકે છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ ખતરાને મધ્યમ શ્રેણીમાં રાખ્યો છે.

ત્રણ પ્રકારના જોખમ

ત્રણ પ્રકારના જોખમ

સરકાર અને ઝૂમ દ્વારા કહેવામાં આવ્યુ છે કે ત્રણ પ્રકારના જોખમ છે, CVE-2022-28758, CVE-2022-28759 અને CVE-2022-28760. આ એલર્ટ સરકાર દ્વારા 19 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી છે, જ્યારે ઝૂમ દ્વારા 13 સપ્ટેમ્બરે જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. સુરક્ષાને મજબૂત કરવા માટ, સરકારે ઝૂમ વપરાશકર્તાઓને ઝૂમના લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવાનુ સૂચન કર્યુ છે. આ સાથે યુઝર્સે પોતાના ફોનની એપને પણ અપડેટ કરવી પડશે. જેથી તે સુરક્ષામાં કોઈપણ પ્રકારના ભંગથી બચી શકે.

આ રીતે કરો અપડેટ

આ રીતે કરો અપડેટ

જો તમે ઝૂમનો ઉપયોગ વિન્ડોઝ, મેક ઓએસ, લિનક્સ પર કરતા હોય તો ડેસ્કટોપ વપરાશકર્તાઓ તેમના પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરીને ચેક અપડેટ પર જઈ શકે છે. જો ત્યાં કોઈ નવુ વર્ઝન દેખાઈ રહ્યુ હોય તો તમે તેને અપડેટ કરી શકો છો. વળી, સ્માર્ટફોન વપરાશકર્તાઓ Google Play અથવા Apple Store પર જઈને લેટેસ્ટ વર્ઝનને અપડેટ અથવા ડાઉનલોડ કરી શકે છે.

English summary
Zoom app old version is risky, stop using it immediately, government issues advisory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X