For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગર: જાતિય સતામણીમાં 24 કલાકમાં ફરિયાદ નોધવા મહિલા ન્યાય મંચે કરી માંગ

જામનગરની જેજે હોસ્પિટલમાં જાતિય સતામણીની ઘટના બહાર આવી હતી. આ ઘટના બહાર આવતા રાજ્ય ગૃહ મંત્રાલયે તપાસ માટે સમિતિ બનાવી જવાબદાર લોકોને સજા આપવાના આદેશ આપ્યા હતા. સમિતિએ આ મામલામાં જાતિય સમામણીનો ભોગ બનેલ અટેંડંટનો નિવેદન

|
Google Oneindia Gujarati News

જામનગરની જેજે હોસ્પિટલમાં જાતિય સતામણીની ઘટના બહાર આવી હતી. આ ઘટના બહાર આવતા રાજ્ય ગૃહ મંત્રાલયે તપાસ માટે સમિતિ બનાવી જવાબદાર લોકોને સજા આપવાના આદેશ આપ્યા હતા. સમિતિએ આ મામલામાં જાતિય સમામણીનો ભોગ બનેલ અટેંડંટનો નિવેદન લિધા હતા. નિવેદન લીધા બાદ સમિતિએ પોતાનો રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. આ ઘટના મામલે હજુ પણ પોલીસ ફરિયાદ ન નોંધાતા મહિલા ન્યાય મંચે પોલીસ વડાને પુરાવાઓ સથે આવેદન પત્ર આપી ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી.

Recommended Video

જામનગર : જાતીય સતામણીમાં 24 કલાકમાં ફરિયાદ નોંધવા મહિલા ન્યાય મંચની માંગ

Jamnagar

ઉલ્લેખનિય છેકે જામનગરની કોવિડ હોસ્પિટલમાં 60થી વધુ અટેંડટો સાથે જાતિય સતામણી થઇ હોવાનો મામલો બહાર આવ્યો હતો. આ મામલો બહાર આવ્યા બાદ ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા તપાસ સમિતિની રચના કરાઇ હતી. મહિલા ન્યાય મંચે 24 કલાકમાં નરાધમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. મહિલા મંચે ચેતવણી આપી હતી કે જો 24 કલાકમાં તેમની વિરૂદ્ધ કોઇ એક્શન નહી લેવાય તો મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

આજે કેબનેટ મંત્રી આરસી ફળદુની અધ્યક્ષતામાં રૌગીત સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ આઉટ સોર્સિંગથી જરૂરી સ્ટાફ મુકવા તેમજ દવાઓ અને સાધને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ જાતિય સતામણી મુદ્દે કોઇપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી.

બેઠક બપાદ કેબિનેટ મંત્રી આરસી ફળદુએ પણ જણાવ્યું હતુ કે બેઠકમાં આ મામલે કોઇ ચર્ચા થઇ નથી. રાજ્યના ગૃહમંત્રીની સુચના બાદ બનાવવામાં આવેલી કમિટી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવશે.આ તપાસમાં જે કઇ તથ્યો બહાર આવશે અને તેમા જે કોઇ વ્યક્તિ જવાબદાર હશે તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી આરસી ફળદુએ ખાતરી આપી હતી.

English summary
Jamnagar: Demand for registrater complaint in sexual harassment within 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X