For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સેનાએ કર્યું બ્રહ્મોસનું સફળ પરીક્ષણ, જાણો શું છે ખાસ?

|
Google Oneindia Gujarati News

બ્રહ્મોસના પ્રમુખ સુધીર મિશ્રાએ વનઇન્ડિયાને કહ્યું કે ખૂબ જ શક્તિશાળી મિસાઇલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. 1 નવેમ્બરે નૌસેના આઇએનએસ કોચ્ચિથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને તે બાદ આજે ભારતીય થલ સેનાએ તેનું સક્ષણ પરીક્ષણ કર્યું છે. અને આ ઉપરાંત બહુ જલ્દી સુખોઇ વિમાન દ્વારા પણ તેનું પરીક્ષણ કરવામાં આવશે.

નોંધનીય છે કે આ મિસાઇલ દુશ્મનોના યુદ્ધજહાજ, વિમાન અને ટેકંને ઉડાવા અને નિસ્તોનાબૂદ કરવા માટે સક્ષમ છે. અને આ મિસાઇલના સફળ પરીક્ષણથી ભારત ચીન અને પાકિસ્તાન પડોશીને મજબૂત જવાબ આપવા માટે વધુ સક્ષમ પણ બનશે.

ત્યારે આ બ્રહ્મોસ મિસાઇલ્સની કેવી કેવી ખૂબીઓ છે. તેને કોણે બનાવ્યું છે. તેના બનાવતા કેટલા સમય લાગ્યા તેવી કેટલીક ખાસ જાણીકારીઓ અને આ પરીક્ષણનોની કેટલીક તસવીરો જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ જાણો કેમ આ મિસાઇલ્સ ભારત માટે કેટલી મહત્વપૂર્ણ છે અને દુશ્મનોના છક્કા છોડાવા માટે કેટલી ખતરનાક છે...

સેનાનું બ્રહ્માસ્ત્ર

સેનાનું બ્રહ્માસ્ત્ર

બ્રહ્મોસ મિસાઇલને ભારતીય સેનાનું બ્રહ્માસ્ત્ર કહેવાય છે અને બ્રહ્માસ્ત્રની જેમ જ આ બ્રહ્મોસ મિસાઇલ્સ જ્યાં પડે છે તે હજાર તમામ વસ્તુઓનો નાશ કરી દેવા સક્ષમ છે.

દરેક દિશાની કરી શકે છે માર

દરેક દિશાની કરી શકે છે માર

આ મિસાઇલ્સની ખાસ ખૂબી તે છે કે તે જમીન, સમુદ્ર અને હવા ત્રણ જગ્યાથી અચૂક નિશાનો સાધે છે.

ક્રૂઝ મિસાઇલ્સ

ક્રૂઝ મિસાઇલ્સ

આ મિસાઇલ્સને ક્રૂઝ મિસાઇલ્સ પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં તેને ચાલતા વાહનથી પણ નિશોનો સાધી શકાય છે.

હવામાં બદલે છે માર્ગ

હવામાં બદલે છે માર્ગ

સામાન્ય રીતે મિસાઇલ્સ તેવી હોય છે કે ફાયર કરો અને ભૂલી જાવ. પણ બ્રહ્મોસ નવી ટેકનોલોજીથી બનેલી મિસાઇલ્સ છે. જે હવામાં પણ પોતાનો માર્ગ બદલી શકે છે. તે hi-lo ટ્રેજેક્ટી પર ચાલે છે.

મિસાઇલની રેન્જ

મિસાઇલની રેન્જ

આ મિસાઇલની રેન્જ 290 કિલોમીટરની છે. જે દુશ્મનોના છક્કા છુડાવી શકે છે.

ગતિ

ગતિ

આ મિસાઇલ્સની ગતિ 2.8 મૈક છે. આ રીતે આ મિસાઇલ ખૂબ જ ઝડપી અને અચૂક છે.

ત્રણ રેજીમેન્ટમાં છે બ્રહ્મોસ

ત્રણ રેજીમેન્ટમાં છે બ્રહ્મોસ

ભારતીય સેનામાં બ્રહ્મોસ અત્યારે ત્રણ રેજેમેન્ટ પાસે છે. નોંધનીય છે કે આ તમામ પાસે બ્રહ્મોસનું લેટેસ્ટ વર્ઝન છે.

નૌસેના

નૌસેના

ભારતીય નૌસેનામાં બ્રહ્મોસને વર્ષ 2005માં સામેલ કરવામાં આવી હતી.

થલ સેના

થલ સેના

થલ સેનામાં વર્ષ 2007માં બ્રહ્મોસને સામેલ કરવામાં આવી હતી. થલ સેના માટે બ્રહ્મોસ મહત્વની મિસાઇલ્સમાંથી એક છે.

વાયુસેના

વાયુસેના

નોંધનીય છે કે વાયુસેનામાં હજી આ મિસાઇલ્સનો સમાવેશ નથી કરવામાં આવ્યો પણ જો સુખોઈ વિમાન દ્વારા આ મિસાઇલ્સનું સફળ પરિશ્રણ કરવામાં આવ્યું તો તે જલ્દી જ વાયુસેનાનો પણ ભાગ બની જશે.

English summary
India’s Brahmastra – BrahMos supersonic cruise missile – hit the designated target successfully during a test-firing conducted by the Indian Army today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X