વિદેશી યુવતિ બની ગેંગરેપનો શિકાર, ચાર યુવકોની ધરપકડ

મળતી માહિતી મુજબ દિલ્હીના તિમારપુર વિસ્તારની છે. આફ્રિકાના રવાંડામાં રહેનારી એક યુવતિએ પોલીસને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા પ્રવીણ, આલોક, વિકાસ, અને દીપકે પહેલાં તેની સાથે મિત્રતા કરી હતી.
4 ડિસેમ્બરના રોજ આ યુવકોએ પાર્ટી કરવાના બહાને તેને ઘરે બોલાવી હતી અને પછી ડ્રિંકમાં નશીલી દવા આપીને તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને યુવતીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં મોકવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની ખાત્રી થતાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી દિધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર બળાત્કારના આરોપીઓ ઉત્તર પ્રદેશ અને બિહારના છે. યુવતીએ બુધવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીએ પોતાની ફરિયાદમાં પ્રવીણ, આલોક, વિકાસ અને દીપક નામના યુવકો પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. આ ચારેય આરોપીઓ દિલ્હીના નેહરૂ વિહાર વિસ્તારમાં રહીને સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
