લોકસભા ચૂંટણી: 7 તબક્કામાં થશે મતદાન, 7 માર્ચના રોજ જાહેરાત!
નવી દિલ્હી, 3 માર્ચ: આગામી લોકસભાની ચૂંટણી મુજબ મતદાન એપ્રિલના બીજા અઠવાડિયાથી 7 તબક્કામાં શરૂ થઇ શકે છે. સૂત્રોનું માનીએ તો આ ચૂંટણીનો સમયગાળો સૌથી લાંબો હશે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે મતદાન શરૂ થવાની સંભવિત તારીખ 7 થી 10 એપ્રિલ વચ્ચે હોઇ શકે છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખની જાહેરાત આગામી 7 માર્ચ સુધી કરવામાં આવી શકે છે. સરકાર અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતથી જ લાગૂ કરવામાં આવશે. હાલની લોકસભાનો કાર્યકાળ 1 જૂનના રોજ સમાપ્ત થઇ રહ્યો છે અને નવા સદનની રચના 31 મે સુધી કરવાની છે.
જો કે સૂત્રોએ એ પણ જણાવ્યું હતું કે અત્યારે ચૂંટણીના કાર્યક્રમને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે. જો કે 7 તબક્કામાં મતદાનનો વિચાર છે આ સમયગાળાને ઓછો કરી 6 તબક્કામાં સીમિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2009ની લોકસભા ચૂંટણી 16 એપ્રિલથી 13 મે વચ્ચે 5 તબક્કામાં થઇ હતી. 2014ની લોકસભાની ચૂંટણીમા6 81 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આ અઠવાડિયામાં થઇ શકે છે.
લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને સિક્કિમ વિધાનસભાઓની ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય, રાજ્ય સરકારો, અર્ધસૈનિક દળો અને રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીની સાથે વિચાર વિમર્શ થઇ ચૂકી છે. વડાપ્રધાન મનમોહન સિંહની સોમવારથી શરૂ થઇ રહેલી 2 દિવસોની મ્યામાં યાત્રા બાદ આ સંબંધિત જાહેરાત કરવામાં આવી શકે છે.

અટકળો હતી કે ચૂંટણીનો કાર્યક્રમ થોડો દૂર ખસેડવામાં આવી શકે છે જેથી કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કેટલાક ખરડા લાવવા અંગે વિચાર કરી શકે છે. જો કે આ અંગે પુષ્ટિ થઇ નથી. જો છ અથવા સાત તબક્કામાં કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવે છે તો પ્રથમ વાર દેશમાં આટલા લાંબા સમયગાળામાં ચૂંટણી યોજાશે.
સૂત્રોનું કહેવું છે સુરક્ષા બળોનો વધુમાં વધુ ઉપયોગ કરવાની યોજના છે. પ્રથમ ચરણમાં નક્સલ પ્રભાવિત રાજ્યો અને કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં મતદાન યોજાવવાની સંભાવના છે. સંસદીય ચૂંટણીમાં પ્રથમવાર પ્રાયોગિક ધોરણે કેટલાક વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક મતદાન માટે સ્લીપ આપવાની વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે.
ચૂંટણી પંચે રાજકીય પક્ષોને દિશાનિર્દેશ રજૂ કરી તેમની પાસે ચૂંટણીલક્ષી ઘોષણપત્રોમાં કરવામાં આવેલા વાયદાના ખર્ચનો આધાર સ્પષ્ટ કરવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ રજૂ દિશાનિર્દેશ આદર્શ આચાર સંહિતાનો ભાગ બની જશે.
આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર 'આમાંથી કોઇ નહી' (નોટા)નો વિકલ્પ પણ મતદાન દરમિયાન મળશે. થોડા મહિના પહેલાં વિધાનસભાની ચૂંટણીમાં તેને લાગૂ કરવામાં આવ્યો હતો. 2014ની લોકસભાની ચૂંટણીમાં કુલ 1.1 કરોડ ચૂંટણીકર્મી મહેનત કરશે જેમાંથી અડધા સુરક્ષાકર્મી હશે જેમને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને નિષ્પક્ષ તથા સ્વતંત્ર રીતે કરાવવા માટે તૈનાત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
