આમ આદમી પાર્ટીને દાનમાં મળ્યા 19 કરોડ રૂપિયા

નવી દિલ્હી, 10 નવેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીને સમાજના વિભિન્ન વર્ગોના લોકો પાસેથી 19 કરોડ રૂપિયા દાન મળ્યું છે. દાન આપનારાઓમાં મોટાભાગના લોકો એવા છે કે જેમને પહેલીવાર કોઇ રાજકીય પક્ષને દાન આપ્યું છે.

પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને આર્થિક મુદ્દાઓના પ્રભારી પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે 'સમાજના વિભિન્ન વર્ગોના લગભગ 63,000 લોકો પાસેથી અમને 19 કરોડ રૂપિયાનું દાન એકઠું કર્યું છે. પાર્ટીનો દાવો છે કે તેને દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા અને ભ્રષ્ટાચાર મુક્ત વહિવટીતંત્ર આપવા માટે રિક્શા ડ્રાઇવરથી માંડીને વેપારી અને ઉદ્યોગપતિ સુધી 10 રૂપિયાથી માંડીને લાખો રૂપિયાનું દાન આપ્યું છે.

arvind-kejriwal

પંકજ ગુપ્તાએ કહ્યું હતું કે 'અમારું લક્ષ્ય દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 20 કરોડ રૂપિયા એકઠા કરવાનું છે અને અમે જલદી તેને પુરૂ કરી દઇશું. સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયા સુધી અમે 10 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા પરંતુ એક મહિનામાં અમને 9 કરોડ રૂપિયાનું દાન મળી ગયું.'

પાર્ટીએ ભારતમાંથી દાન તરીકે 13.18 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે જ્યારે બાકીના 6 કરોડ રૂપિયાનું દાન અમેરિકા, બ્રિટેન, હોંગકોંગ, કેનેડા, ઓસ્ટ્રેલિયા. સ્વિત્ઝરલેંડ, યુએઇ અને સાઉદી અરબમાં રહેતા ભારતીયો દ્વારા મળ્યું છે.

આમ આદમી પાર્ટીએ પોતાના નાણાંકીય વ્યવહારોની વિગતો પોતાની વેબસાઇટ પર મુકી છે. તેને અમેરિકામાં રહેલા એનઆરઆઇ પાસેથી બે કરોડ રૂપિયા, હોંગકોંગમાં રહેતા એનઆરઆઇઓ પાસેથી લગભગ 1.14 કરોડ રૂપિયા અને બાકીની રકમ સિંગાપુર, યુએઇ તથા બ્રિટેનમાં રહેતા એનઆરઆઇ ભારતીયો પાસેથી મળી. પાર્ટીને જર્મની, કતર, કુવૈત, ન્યૂઝિલેંડ, નોર્વે, નેધરલેંડ અને જાપાનમાં રહેતા એનઆરઆઇ પાસેથી દાન મળી રહ્યું છે.

'આપ'ના ઓનલાઇન દાનવીર છે જેમાં સામાન્ય રિક્શાચાલક, સિયાચિનના સૈનિક અને અમેરિકામાં રહેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. વિદેશોમાંથી મળનાર દાન વિશે પૂછવામાં આવતાં પંકજ ગુપ્તાએ કહ્યું હતું કે અમે ફક્ત ભારતીયો પાસેથી દાન લઇ રહ્યાં છીએ બીજા કોઇ પાસેથી નહી.

તેમને કહ્યું હતું કે 'કેટલાક વિદેશી દાન આપવા માંગે છે પરંતુ અમે મનાઇ કરી દિધી. તેમને કહ્યું હતું કે અમે પ્રત્યક્ષ લેણદેણની વિગત પોતાની વેબસાઇટ પર મુકી છે અને કોઇ પણ તેની તપાસ કરી રહી છે.' ગત મહિને દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર પાસેથી 'આપ'ના ખાતાની તપાસ કરી એ શોધવાનું કહ્યું હતું કે અસ્તિત્વ આવ્યા બાદ પાર્ટીને ક્યાંથી કેટલું ધન મળ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X