For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી કરતાં પણ વધુ મોટું છે કોલસા કૌંભાડ: અણ્ણા હજારે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

anna-hazare-mumbai
નવી દિલ્હી, 23 ઑક્ટોબર: અહિંસાના પૂજારી તરીકે ઓળખવામાં અણ્ણા હજારે ફરી એકવાર ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ જોરદાર અવાજ ઉઠાવ્યો છે. અણ્ણા હજારેએ કહ્યું હતું કે ભ્રષ્ટ્રાચારના કારણે દેશ નરકમાં ધકેલાઇ રહ્યો છે. જી ન્યુઝ સાથે થયેલી વાતચીતમાં અણ્ણા હજારે કહ્યું હતું કે દેશના કૌંભાડોની ભેટ આપવામાં આવી રહી છે અત્યાર સુધી અમે 2જી ગોટાળાને મોટો કહેતાં હતા પરંતુ કોલસા કૌંભાડ કોલસા કરતાં પણ વધારે કાળો છે માટે તેની તાત્કાલીક તપાસ થવી જોઇએ પરંતુ સીબીઆઇ તપાસ નહી પરંતુ ન્યાયિક તપાસ થવી જોઇએ.

અણ્ણાએ સ્પષ્ટ આરોપો લગાવતાં કહ્યું હતું કે આ ગોટાળામાં સરકારના મોટા નામ સામેલ છે માટે તે આ ગોટાળાની તપાસ કરતી નથી. તેમને જીંદલ અને વિજય દર્ડા જેવા કોંગ્રેસી નેતાઓના લેતાં તેમણે કહ્યું હતું કે આ બધાની વિરૂદ્ધ તપાસ થવી જોઇએ અને જો આ દોષી હોય તો તેમને સજા પણ મળવી જોઇએ.

અણ્ણાએ કહ્યું હતું કે આજે પૈસા રાજકીય નેતાઓ ધર્મ બની ગયો છે અને તેમને પૈસા કમાવવાથી મતલબ છે દેશ કઇ દિશામાં જઇ રહ્યો છે તેનાથી તેમને કોઇ લેવા દેવા નથી. અણ્ણા તેમની નવી ટીમ તૈયાર કરી રહ્યાં છે તે અંગેની જાણકારી આવતાં મહિનાની 24 તારીખે આપશે.

English summary
Anna Hazare demands judiciary to intervene in coalgate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X