AAPમાં સિદ્ધુ સામેલ થાય કે ના થાય, કેજરીવાલે વખાણ કરી દીધા છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો પર ટ્વિટ કરીને સ્પષ્ટતા આપી છે. કેજરીવાલે કહ્યું કે સિદ્ધુએ પાર્ટીમાં જોડાવા માટે કોઇ પણ શરત નથી રાખી.
શુક્રવારે સવારે ટ્વિટ કરીને કેજરીવાલે લખ્યું કે "શું નવજોત સિંહ સિદ્ધુ AAP જોઇન કરશે. આને લઇને અનેક અફવાઓ ચાલી રહી છે. અને માટે મારી ફરજ બને છે કે હું પાર્ટીનો પક્ષ આ અંગે રાખું. અમારા માટે આ ક્રિકેટર દિગ્ગજને લઇને ભારે સન્માન છે.

અમે તેમની વાતનું સન્માન કરીએ છીએ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે ગત અઠવાડિયે અમારી સાથે મુલાકાત કરી હતી. અને કોઇ શરત નહતી રાખી. તે હાલ વિચારવા માટે સમય માંગી રહ્યા છે. અને અમે તે વાતનું સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું કે સિદ્ધુ એક જાણીતા ક્રિકેટર અને વ્યક્તિ છે. અને તે આમ આદમી પાર્ટી જોઇન કરે કે ના કરે અમે તેમનું હંમેશા સન્માન કરીશું.












Click it and Unblock the Notifications
