10 બેડરૂમવાળા શાનદાર ડુપ્લેક્સમાં રહેશે અરવિંદ કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 જાન્યુઆરી: અત્યાર સુધી વીઆઇપી કલ્ચરનો વિરોધ કરનાર અને સરકારી બંગલો લેવાની મનાઇ કરનાર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે શાનદાર ડબલ ડૂપ્લેક્સ બંગલામાં રહેશે. આ બંગલો દિલ્હીના ભગવાનદાસ રોડ પર સ્થિત છે, જો કે 9000 સ્કેવર ફૂટમાં ફેલાયેલ છે.

કહેવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલ અહીં પોતાના માતા-પિતા અને પરિવાર સાથે શિફ્ટ થશે. તે તેની બાજુમાં આવેલા બંગલાનો ઉપયોગ ઓફિસ તરીકે કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર દરમિયાન બંગલામાં ન રહેવાનો નિર્ણય કર્યો હતો. જીત બાદ તેમના ધારાસભ્યોએ પણ બંગલો માંગ્યો નથી.

arvind-kejriwal-111

ખાસ વાત એ છે કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીને મળનારી સુરક્ષા લઇને ચાલતા નથી ફક્ત પાર્ટીના કાર્યોમાં ભીડને મેનેજ કરવા માટે પોલીસની મદદ લે છે. હવે એ જોવાનું એ રહ્યું કે તેમના આ પગલાંથી તેમના વિપક્ષી પર કયા પ્રકારે હુમલા કરે છે.

English summary
Chief minister of Delhi Arvind Kejriwal will live in a bungalow which is spread in 9000 square feet area.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.