કેજરીવાલે સ્મૃતિ ઇરાનીને ગણાવ્યા દિલ્હીમાં ભાજપના સીએમ દાવેદાર
નવી દિલ્હી, 30 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ જો રાજધાનીમાં ભાજપની સરકાર બને છે તો કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાની દિલ્હીની મુખ્યમંત્રી બની શકે છે. આ અમે નથી કહી રહ્યાં પરંતુ આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા અરવિંદ કેજરીવાલ કહી રહ્યાં છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ વાતને લઇને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો ભાજપ સત્તામાં આવે છે તો કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની દિલ્હીની નવી મુખ્યમંત્રી બનશે. એ વાત તેમને કયા આધાર કહી છે એ કહેવું હજુ સંભવ નથી, પરંતુ તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરના માધ્યમથી સ્મૃતિ ઇરાનીનું નામ દિલ્હીના સીએમ પદને ઉછાળી દિધું છે.
True? "@pandeypoonamNBT: Buzz in Lutyens' Delhi - if BJP comes in power in Delhi, smriti Irani will be CM."
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 29, 2014 અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જગદીશ મુખીને ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાવ્યા હતા. હવે સ્મૃતિ ઇરાનીને બતાવી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે ''સાચે જ? લુટિયનની દિલ્હીમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જો ભાજપ દિલ્હીમાં સત્તામાં આવે છે તો સ્મૃતિ ઇરાની મુખ્યમંત્રી બનશે.












Click it and Unblock the Notifications
