બોફોર્સ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ

ઇટાલીના મિલાન શહેરમાં શુક્રવારે ક્વાત્રોચ્ચિનું મોત નિપજ્યું હતું. લેખીએ કહ્યું હતું કે ''તે વ્યક્તિએ કહાણી જણાવી ન હતી. તેની યાદમાં 21 બોફોર્સ તોપની સલામી આપવી જોઇએ''. તેમને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ક્વાત્રોચ્ચિને 1993માં દેશ છોડવાની પરવાનગી આપી હતી અને કહ્યું હતું કે તેને પરત લાવવા માટે ગંભીર પ્રયત્ન કરવામાં ન આવે. લેખીએ કહ્યું હતું કે '' તે એ અંગે તપાસ કરે જેને તેને દેશમાંથી ભાગવામાં મદદ કરી હતી. કોંગ્રેસ સરકારે તેના ખાતાને ડિફ્રોજ કર્યા હતા.''
કોંગ્રેસના પ્રવક્તા પીસી ચાકોએ ભાજપા પર ક્વાત્રોચ્ચિના સ્વાભાવિક મોત નિપજ્યા બાદ બોફોર્સ મુદ્દાને મહત્વ આપવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે આ પ્રકારના રાજકારણ અંત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમને કહ્યું હતું કે બોફોર્સ પ્રકરણમાં સરકારના પગલાં વિશે દુનિયા જાણે છે. તેમને કહ્યું હતું કે ''અમે તે દરેક પગલાં ભર્યા છે જે અમે ભરી શકતાં હતા. અમે ક્વાત્રોચ્ચિ પ્રત્યે કોઇ નરમ વલણ અપનાવ્યું નથી. એનડીએ સરકારે શું કર્યું? તેને પરત લાવવા માટે શું પગલાં ભર્યા.'' ચાકોએ કહ્યું હતું કે ભાજપ ફક્ત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પરિવારને બદનામ કરવા માટે બોફોર્સને મુદ્દો બનાવી રહી છે.












Click it and Unblock the Notifications
