જગદીશ મુખી, રામબીર સિંહ બિઘૂડી અથવા વિજય ગોયલ બની શકે છે સીએમ

bjp
નવી દિલ્હી, 17 જૂન: દિલ્હીમાં સરકાર બનાવવાની કવાયદ શરૂ થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓનો અભિપ્રાય છે કે અહીં તેમની પાર્ટી સરકાર બનાવે અને તેના માટે નારાજ કોંગ્રેસીઓ અને આમ આદમી પાર્ટીના કેટલાક નારાજ ધારાસભ્યોની મદદ લેવામાં આવશે. આ સમાચાર હિન્દુસ્તાન ટાઇમ્સે આપ્યા હતા.

સમાચાર અનુસાર જો ભાજપ સરકાર બનાવે છે તો મુખ્યમંત્રી પદ માટે બે નામ સામે આવી રહ્યાં છે. એક તો જનકપુરીના ધારાસભ્ય પ્રોફેસર જગદીશ મુખી અને બીજા બદરપુરના ધારાસભ્ય રામબીર સિંહ બિઘૂડી. આ ઉપરાંત આરએસએસના કેટલાક પૂર્વ મંત્રી વિજય ગોયલના નામને આગળ વધારી રહ્યાં છે. વિજય ગોયલ હાલમાં રાજસ્થાનથી રાજ્ય સભાના સભ્ય છે. આ ઉપરાંત મીનાક્ષી લેખીનું નામ પણ ચર્ચા છે.

દિલ્હી વિધાનસભા 14 ફેબ્રુઆરીથી લંબિત છે. તે દિવસે જ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું હતું. તે 49 દિવસ સુધી સત્તામાં રહ્યાં. ભાજપના એક નેતાએ સમાચાર પત્રને જણાવ્યું હતું કે પાર્ટીમાં એ વાત પર બહુમત છે કે અહીં સરકાર બનાવવામાં આવે. સમજી શકાય છે કે દિલ્હીમાં પાર્ટી પ્રમુખ પદના નામો પર આ અઠવાડિયે ચર્ચા થશે. દિલ્હીમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ ડૉક્ટર હર્ષવર્ધન હવે કેન્દ્રમાં મંત્રી છે.

બિઘૂડી પહેલાં એનસીપીમાં હતા અને ચૂંટણી પહેલાં પાર્ટી છોડીને અહીં આવી ગયા છે. તેમને ભાજપના એક ડઝન ધારાસભ્યોનું સમર્થન છે. જરૂરિયાત પડતાં તે વધુ છ ધારાસભ્યોનું સમર્થન લઇ શકે છે. પરંતુ પાર્ટીના મોટા નેતાઓને તેમના નેતૃત્વની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ નથી.

બીજી તરફ જગદીશ મુખી વિવાદોથી દૂર રહેનાર નેતા છે અને તેમને બધા જૂથોનું સમર્થન પ્રાપ્ત છે. પરંતુ તે આવી સરકાર ચલાવી શકશે કે નહી, તેના પર સંશય છે. એક અન્ય નેતાએ સમાચાર પત્રને જણાવ્યું હતું કે ડૉક્ટર હર્ષવર્ધને દિલ્હીના રાજકારણમાં પુનરાવર્તનની સંભાવના નથી. તેનો અર્થ એ થયો કે અમારે નવો નેતા શોધવો પડશે. તે નેતા ના ફક્ત સારી સરકાર ચલાવે પરંતુ ચૂંટણી યોજાતા અરવિંદ કેજરીવાલને ટક્કર આપી શકે.

વિજય ગોયલના પણ સમર્થન છે પરંતુ કેન્દ્ર અને દિલ્હીમાં બેઠેલા મોટા નેતા તેમનો વિરોધ કરી રહ્યાં છે. મીનાક્ષી લેખીના પક્ષમાં એ વાત છે કે એક નવો ચહેરો છે પરંતુ વિરોધમાં એ વાત છે કે તેમને સરકાર ચલાવવાનો અનુભવ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X