ટીવી એન્કરે એપ્પલના CEOને કહ્યાં સમલૈંગિક

શોમાં પેનલ તરીકે ન્યૂયોર્ક ટાઇમ્સના સ્તંભકાર જિમ સ્ટીવર્ટ પણ સામેલ હતા, જે પોતે એક સમલૈંગિક છે. ચર્ચા દરમિયાનની પેનલમાં બેઠેલા જાણકારોને હોબ્સે કહ્યું કે મને લાગે છે કે ટિમ કુક એપ્પલના પ્રમુખના પોતાના સમલૈંગિક હોવાની વાતને લઇને ઉગ્ર છે, એવું છે ને? હોબ્સની આ ટિપ્પણી પર પેનલમાં સન્નાટો છવાઇ ગયો પરંતુ હોબ્સે પોતાની વાત સુધારતાં કહ્યું શું આ ભૂલ હતી.
હફિંગટન પોસ્ટના એક સમાચાર અનુસાર 53 વર્ષના કુક પોતાની યૌન પ્રવૃતિને લઇને ક્યારેય પણ સાર્વજનિક રીતે કંઇપણ કહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કુકને આઉટ પત્રિકાની 2013 પાવર લિસ્ટમાં સૌથી પ્રભાવશાળી એલજીબીટી (લેસ્બિયન, ગે, બાઇસેક્સુઅલ અને ટ્રાંસજેંડર) વ્યક્તિત્વ ગણાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
