કોલસા ગોટાળાના મુદ્દે હંગામો, વડાપ્રધાનના રાજીનામાની માંગ

સવારે સદનની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના સભ્યો કોલસા બ્લોક ફાળવણી પર નારેબાજી કરતાં અધ્યક્ષના આસન નજીક આવી ગયા હતા. ભાજપના સભ્યો આ વિષય પર વડાપ્રધાન મનમોહન સિંહ પાસે રાજીનામાની માંગણી કરી રહ્યાં હતા. આ સાથે જ સપાના સભ્યો જમ્મૂ-કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં ચીનીઓની ઘુસણખોરીના મુદ્દાને ઉઠાવતાં અધ્યક્ષના આસન નજીક આવી ગયા હતા. સપાના સભ્યોનું કહેવું હતું કે ચીન ધીરે-ધીરે ભારતના વિસ્તાર પર કબજો કરી રહ્યો છે.
તેલંગાણા વિસ્તારના કોંગ્રેસ સભ્ય પણ અલગ રાજ્યની રચનાનો મુદ્દો ઉઠાવતાં રહ્યાં હતા. તેમના હાથોમાં તખ્તીઓ હતી જેના પર લખ્યું હતું કે તલંગાણા વિધેયક રજૂ કરો, યુપીએ સરકાર પોતાનો વાયદો પુરો કરે. આ દરમિયાન અધ્યક્ષ મીરા કુમારે સભ્યોને પોતાના સ્થાન પર પરત ફરવા તથા પ્રશ્નકાળ ચાલવા દેવાનો આગ્રહ કર્યો હતો અને પ્રશ્ન પણ લીધો હતો. પરંતુ સભ્યો શાંત થયા ન હતા. હોબાળો શાંત ન થતા અધ્યક્ષે સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દિધી હતી.
બીજી તરફ કોલસા બ્લોક ફાળવણી મુદ્દે સીબીઆઇ તપાસ રિપોર્ટમાં સરકારની કથિત દરમિયાનગીરીને લઇને વડાપ્રધાનના રાજીનામાની માંગણી અને કાયદા મંત્રી અશ્વિની કુમારને સસ્પેંડ કરવાની માંગણી કરી રહેલા વિપક્ષી સભ્યોના હંગામા કારણે રાજ્યસભામાં આજેપણ પ્રશ્નકાળ થઇ શક્યો ન હતો.












Click it and Unblock the Notifications
