For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે પડકારરૂપ બનશે: જયરામ રમેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતના પ્રથમ પ્રામાણિક ફાસીવાદી ગણાવતાં કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે ગુરૂવારે સ્વિકાર્યું હતું કે આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે પડકાર સાબિત થશે.

કોંગ્રેસના મુખ્ય રણનિતીકારોમાં માનવામાં આવતાં જયરામ રમેશે કહ્યું હતું કે તે અમારા માટે નિશ્ચિતરૂપથી પડકાર પેદા કરશે. તે ફક્ત મેનેજમેંટ સ્તર પડકાર પેદા કરશે એટલું જ નહી વિચારધારાના રૂપમાં પણ પડકારરૂપ બનશે. એવું પ્રથમવાર બન્યું છે કે કોંગ્રેસના કોઇ નેતાઓ નરેન્દ્ર મોદીને પડકારરૂપ માન્યા હોય.

આ પહેલાં સામાન્ય રીતે પાર્ટીએ નરેન્દ્ર મોદીને વધુ મહત્વ ન આપતાં કહ્યું હતું કે તેમનો પ્રભાવ ફક્ત ગુજરાત સુધી સિમિત છે. જો કે જયરામ રમેશે નરેંન્દ્ર મોદીથી કોંગ્રેસને કોઇપણ પ્રકારના ભય અંગે મનાઇ કરી હતી.

narendra-modi-smile

આ સંદર્ભે તેમને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જયરામ રમેશ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કેમ ડરીએ, તે ગુજરાતમાં ત્રણ ચૂંટણી જીત્યાં છે. એમાં કોઇ શંકા નથી કે તે મુશ્કેલીઓ પેદા કરનાર પ્રચારક છે.

નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે જો ભાજપ આત્મહત્યા કરવા માંગતી હોય તો અમે કેમ રોકીએ?

English summary
Dubbing Narendra Modi as India's "first authentic fascist", Union Minister Jairam Ramesh on Thursday conceded that the BJP leader poses a "challenge" for the Congress party in the coming elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X