For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી શકે છે: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Karnataka-legislature
નવી દિલ્હી, 26 એપ્રિલ: કર્ણાટકમાં પાંચ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત મળવાની અને દક્ષિણ ભારતમાં ભાજપની પ્રથમ સરકાર સત્તાથી દૂર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલાં સર્વેક્ષણના હવાલેથી આ જાણકારી આપવામાં આવી છે.

એક ચૂંટણી પહેલાંના સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે સત્તારૂઢ ભાજપ સરકારને વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સર્વેક્ષણ સેન્ટર ધ સ્ટડીઝ ઓફ ધ ડેવલોપિંગ સોસાયટી (સીએસડીએસે) કર્યું છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 117 થી 129 સીટો મળી શકે છે. વર્તમાન સમયમાં પાર્ટીના 71 ધારાસભ્ય છે.

સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2008ની ચૂંટણીમાં ભાજપને 104 સીટો મળી હતી જે સત્તાવિરોધી લહેરના કારણે આ વખતે 39થી 49 સીટો સુધી સિમિત રહી શકે છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન એસડી દેવગૌડાની જેડી એસને 34 થી 44 સીટો મળી શકે છે અને ભાજપના પૂર્વ નેતા બીએસ યેદુયુરપ્પાની કર્ણાટક જનતા પાર્ટી (કેજેપી) તથા અપક્ષોને સંયુક્ત રીતે 14 થી 22 સીટો મળી શકે છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસને 37 ટકા વોટ મળવાની સંભાવના છે જે 2008ની ચૂંટણીની તુલનામાં બે ટકાનો વધારો છે.

ચૂંટણીમાં ભાજપના વોટોની ટકાવારીમાં ગત ચૂંટણીની તુલમાં ઘણો નરમાઇ આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ભાજપને ફક્ત 23 ટકા મત મળવાની સંભાવના છે જે 2008ની તુલનામાં 11 ટકાનો ઘટાડો છે.

English summary
Congress is projected to get a simple majority in the 224-member Karnataka Assembly in the May 5 elections, ousting the first BJP government in South India, according to a pre-poll survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X