દિલ્હીમાં બહુમાળી બિલ્ડિંગ ધરાશય, 1નું મોત

delhi-buildings
નવી દિલ્હી, 6 જૂન: માયાનગરી મુંબઇમાં અને તેની આસપાસના વિસ્તારોમાં બિલ્ડિંગ ઢળી પડવાના સમાચારો આવી રહ્યાં છે. ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી બિલ્ડિંગોએ કેટલાયની જીંદગી છિનવી લીધી છે, પરંતુ ના તો વહિવટી તંત્ર ધ્યાન આપી રહ્યું છે કે ના તો બિલ્ડર્સ. દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગ ઢળી પડી છે. શુક્રવારે રાત્રે થયેલી આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. બિલ્ડિંગ ઢળી પડતાં કેટલાક લોકો કાટમાળ નીચે દબાઇ ગયા છે.

ઇજાગ્રસ્તોની સાર જીટીબી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. હજુ સુધી કાટમાળમાં કેટલાક લોકો નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ખાસ વાત એ છે કે ચારમાળની બિલ્ડિંગ પહેલાંથી જર્જરિત હાલતમાં હતી, જેને એમસીડીએ પહેલાં ખાલી કરાવવાની નોટીસ આપી દિધી હતી, તેમ છતાં આ બિલ્ડિંગનો માલિક પોતાના મજૂરો મારફતે તેને તોડાવી રહ્યો હતો. બિલ્ડિંગને તોડતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

દિલ્હીમાં એવી ઘણી બિલ્ડિંગો છે જે પોતાના અંતિમ શ્વાસ ગણી રહી છે. તેમની જર્જરિત હાલત હોવાછતાં લોકો ત્યાં રહે છે. નગર નિગમના અધિકારીઓએ તેમાંથી કેટલીક બિલ્ડિંગોને ખાલી કરવાના આદેશ આપ્યા છે પરંતુ તેમછતાં લોકો તેમાં વસવાટ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X