For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Cantt case : માયાવતીએ દોષિતો સામે કડક કાર્યવાહીની કરી માંગ

બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રિમો માયાવતીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. માયાવતીએ એમ પણ કહ્યું કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

|
Google Oneindia Gujarati News

લખનઉ : દિલ્હીના કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે કથિત બળાત્કાર બાદ હત્યાનો મામલો ઉગ્ર બન્યો છે. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશનું વાતાવરણ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારના રોજ પીડિત દલિત પરિવારના ઘરે પહોંચ્યા અને પીડિત પરિવારને સાંત્વના આપી હતી. આ સાથે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રિમો માયાવતીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. માયાવતીએ એમ પણ કહ્યું કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

Delhi Cantt case

ઘટના અંગે માયાવતીએ ટ્વીટ કર્યું

બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રીમો માયાવતીએ બુધવારના રોજ ટ્વિટ કર્યું હતું કે, દિલ્હી કેન્ટના નાગલ ગામમાં 9 વર્ષની દલિત દીકરીની બળાત્કાર બાદ હત્યા અને પછી તેના મૃતદેહને સળગાવી દેવાનું કૃત્ય અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે. બહુજન સમાજવાદી પાર્ટીએ વિલંબ કર્યા વગર દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની માગ કરી છે.

આ પહેલા રાહુલ ગાંધી મળ્યા હતા પીડિત પરિવારને

રાહુલ ગાંધીએ દિલ્હીમાં મૃતકના પરિવાર પાસે પહોંચીને તેમને શાંત્વના આપી હતી. પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, દિલ્હીના ઓલ્ડ નંગલ સ્મશાનમાં બાળકી સાથે શરમજનક ઘટના બની અને તેની હત્યા કરી દેવામાં આવી. આપણે એ બાળકીના પરિવારજનોને ન્યાય અપાવવાનો છે. મે પીડિત પરિવાર સાથે વાત કરી, તેમને ન્યાય ઈચ્છે છે, બીજુ કંઈ નહીં. તેમને કહી રહ્યા છે કે, તેમને ન્યાય નથી આપવામાં આવી રહ્યો, અમને આ કેસમાં મદદ જોઈએ છે. તેમને અમે મદદ કરવાની ખાત્રી આપી છે. હું પીડિત પરિવાર સાથે ઉભો છું અને તેમને ન્યાય ન મળે ત્યાં સુધી સાથ આપીશ. ગભરાશો નહીં.

Delhi Cantt case

શું છે સમગ્ર ઘટના?

દિલ્હીના કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે કથિત બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પરિવારનો આરોપ છે કે, બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેના મૃતદેહનો બળજબરીપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરતા DCP પ્રતાપ સિંહે બુધવારના રોજ જણાવ્યું હતું કે, બાળકીના શરીરના બાકીના ભાગોનું પોસ્ટમોર્ટમ મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર્સના બોર્ડે કહ્યું છે કે, શરીરના ભાગોના પોસ્ટમોર્ટમ પરથી મૃત્યુનું કારણ જાણી શકાતું નથી. અમે વધેલા અવશેષો પરિવારને સોંપીશું.

DCP પ્રતાપ સિંહે જણાવ્યું કે, લાઇ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ માટે આરોપીની સહમતિ જરૂરી છે. જો આરોપી સહમત થશે, તો અમે લાઇ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ પણ કરીશું. અમે આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાંથી રિમાન્ડ પર લેશું અને તેમની પૂછપરછ કરીશું.

મૃતકોના પરિવારજનોનો આરોપ - બળજબરીપૂર્વક કરાયો અંતિમ સંસ્કાર

પીડિત પરિવારનુ કહેવુ છે કે, તેમની બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને પછી હત્યા કરી દેવામાં આવી. ત્યાં સુધી કે માતાપિતાની સંમતિ વિના તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ તરફ અધિકારીઓએ બાળકીના પરિવારને ન્યાય અપાવવામાં પારદર્શિતાની વાત કહી. પોલિસના જણાવ્યા મુજબ આ મામલે સ્મશાનઘાટના પૂજારી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલિસનુ કહેવુ છે કે આ 4 આરોપીઓ પર દિલ્લી પોલિસે ગેંગરેપ, હત્યા, પૉક્સો, એસસી-એસટી એક્ટ, જણાવ્યા વિના શબના અંતિમ સંસ્કાર કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિત ઘણા કલમો લગાવી છે. પોલિસ રેકૉર્ડ મુજબ ઘટના રવિવાર(1 ઓગસ્ટ) સાંજે 5.30 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચેની છે. જ્યારે બાળકી સાથે ઘટના બની અને તેને સળગાવી દેવામાં આવી. બે દિવસ બાદ આ મામલાએ જોર પકડ્યું છે.

પોલીસ રિપોર્ટ મુજબ સમગ્ર ઘટનાક્રમ

9 વર્ષીય બાળકી રવિવારની સાંજે લગભગ સાડા 5 વાગે પોતાના ઘર પાસે સ્થિત સ્મશાન ઘાટના વૉટર કૂલરમાંથી ઠંડુ પાણી લેવા માટે પોતાના ઘરેથી નીકળી હતી.

સાંજે લગભગ 6 વાગે સ્મશાન ઘાટના પૂજારી રાધેશ્યામ અને પીડિતાની માને જાણતા બે-ત્રણ લોકોએ તેને સ્મશાનમાં બોલાવી અને બાળકીનુ શબ બતાવ્યુ. ત્યારે પૂજારીએ કહ્યુ કે કૂલરનુ પાણી પીતી વખતે તેને કરન્ટ લાગી ગયો. ત્યારબાદ આરોપી પૂજારીઓ મૃતક બાળકીને પરિવારજનોની મરજી વિના જ મૃતક બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા. બાળકીની મા બૂમાબૂમ કરવા લાગી. જેનાથી લગભગ 200 લોકો સ્મશાન ઘાટ પર ભેગા થઈ ગયા. સૂચના મળતા પોલીસ આવી પહોંચી. જ્યાં બાળકીની માએ કહ્યુ કે, મે બાળકીના શરીર પર ઈજાના નિશાન જોયા અને તેના હોઠ વાદળી થઈ ગયા હતા. મારી દીકરી સાથે ખોટુ કામ કરવામાં આવ્યુ અને પછી તેને મારી નાખવામાં આવી છે. જેના પર પોલીસે નિવેદન નોંધીને FIR નોંધી છે. આરોપી પૂજારીની ધરપકડ કરી લેવામાં આવી. આ સાથે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને ફૉરેન્સિકની ટીમોને પણ બોલાવવામાં આવી હતી.

English summary
Bahujan Samajwadi Party supremo Mayawati has expressed grief over the incident and demanded strict action against the culprits. Mayawati also said that necessary steps should be taken to prevent the recurrence of such incidents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X