દિલ્હી ગેંગરેપના મુખ્ય આરોપી રામસિંહે કરી આત્મહત્યા

પોસ્ટમોર્ટમ માટે તેની લાશ દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે. તિહાડ જેલ તંત્રએ આ કેસની તપાસ માટે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ પાસે કરાવવાનો આદેશ આપ્યો છે.
રામ સિંહ તે બસનો ડ્રાઇવર હતો જેમાં દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બરના રોજ એક છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. રામસિંહે આ કેસમાં પહેલાં ઝડપાયો હતો.
દિલ્હી ગેંગરેપમાં કુલ છ આરોપી છે, પરંતુ એક માઇનોર ઉંમરનો છે. તેનો કેસ ઝૂવેનાઇલ કોર્ટમાં ચાલી રહ્યો છે. બાકીના પાંચ આરોપી તિહાડ જેલમાં રાખવામાં આવ્યાં છે. રામ સિંહના મોત બાદ આ ઘટનાના એક કિશોર સહિત પાંચ આરોપીઓ રહ્યાં છે. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે છે. આજે જ (સોમવારે) રામ સિંહ સહિત બધા આરોપીઓને દિલ્હી કોર્ટમાં હાજર કરવાના હતા.












Click it and Unblock the Notifications
