For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પુત્રીના નામથી બળાત્કાર સંબંધી કાયદો બને તો વાંધો નહી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: સમગ્ર દેશમાં દિલ્હી ગેંગરેપની ધટનાને લઇને બળાત્કાર વિરૂદ્ધ કડક કાયદો બનાવવાની માંગ ઉઠી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની ટ્વિટે આખા મામલાને એક નવો વળાંક આપી દિધો છે. શશિ થરૂરે ટ્વિટ કર્યું છે કે પીડિતાના મૃત્યું બાદ તેનું નામ સાર્વજનિક કરવામાં આવે. આટલું જ નહી શશિ શરૂરે એમપણ કહ્યું હતું કે જો બળાત્કાર વિરૂદ્ધ કોઇ કાયદો બનાવવામાં આવે તો કાયદાનું નામ પીડિતાના નામ પરથી હોવું જોઇએ.

પીડિતાના નામને સાર્વજનિક કરવાના મુદ્દે કેટલાક લોકોએ અસહમતિ દર્શાવી છે ત્યારે પીડિતાના પરિવાજનોએ કહ્યું છે કે તેનું નામ જાહેર કરવામાં કોઇ વાંધો નથી. પરિવારજનોએ કહ્યું હતું કે જો કાયદાનું નામકરણ તેમની પુત્રીના નામથી કરવામાં આવે તો કોઇ વાંધો નથી. છોકરીના પરિવારજનોએ આજે બળાત્કાર સંબંધી બનનાર કાયદાનું નામકરણ પીડિતાના નામ પર કરવાની માંગણી કરી છે.

પીડિતાના પિતા અને ભાઇએ કહ્યું છે કે તે ઇચ્છે છે કે દેશમાં બળાત્કાર વિરૂદ્ધ કડક કાયદો બનાવવાની વાત કરી છે, તેનું નામ તેમની પુત્રીના નામ સાથે રાખવામાં આવે. જો આવું થાય તો આ તેના પ્રત્યે સન્માન થશે. તેમને કહ્યું હતું કે આના માટે તેની પુત્રીનું નામ જાહેર થાય તો તેના પર વાંધો નથી.

તો બીજી તરફ છોકરીના બલિયા સ્થિત મૂળ ગામ મેડવાર કલાના સરપંચ શિવમંદિર સિંહે ગામની પ્રાથમિક શાળાનું નામ તે છોકરીના નામે રાખવાની વાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 16 ડિસેમ્બરના રોજ ચાલુ બસે છ વ્યક્તિઓએ છોકરી સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને નિર્દયતાપૂર્વક માર મારતાં તેનું મોત સિંગાપુરમાં મોત નિપજ્યું હતું.

English summary
A day after Shashi Tharoor favoured naming the revised anti-rape law after Delhi gangrape victim, her family members said they have no objection to it and the move would be an honour to the girl.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X