દિલ્હી ગેંગ રેપ : સરકાર ભયભીત, નવી દિલ્હીમાં કલમ 144 લાગૂ
નવી દિલ્હી, 23 ડિસેમ્બર: દિલ્હીમાં ચાલુ બસમાં થયેલા ગેંગ રેપ વિરૂદ્ધ લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો છે. શનિવારે દિવસભર સરકાર તરફથી દિલ્હી વહિવટી તંત્રને પરેશાન કરનાર પ્રદર્શનકારી કડકડતી ઠંડીમાં આખી રાત ઇન્ડિયા ગેટ પર ખુલા આકાશ નીચે બેસી રહ્યાં હતા. આંદોલનકારીઓના ઉગ્ર પ્રદર્શનના કારણે સૌથી તાકવતર મહિલા સોનિયા ગાંધીને રાત્રે 1 વાગે ઘરની બહાર આવવું પડ્યું હતું.
સોનિયા ગાંધી ઘરથી બહાર નીકળી અને લગભગ 15 મિનિટ સુધી પ્રદર્શનકારીઓ સાથે વાત કરી હતી. તેમને આશ્વાસન આપ્યું હતું કે ગમે તે પરિસ્થિતીમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમછતાં આંદોલનકારીઓ તાત્કાલીક કાર્યવાહીની માંગણી પર અડગ રહ્યાં હતા. પરંતુ રવિવારે સવારે સરકારે કડકાઇ બતાવી.
આંદોલનકારીઓને જબરજસ્તી પૂર્વક હટાવવામાં આવ્યાં. તેમને ઘસેડીને બસોમાં ભરવામાં આવ્યાં અને દિલ્હીની બહાર લઇ જવામાં આવ્યાં. રાજપથ પર કોઇપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇન્ડિયા ગેટ પર નાકાબંધી કરવામાં આવી છે. મીડિયાને પણ ત્યાં હટાવવામાં આવ્યાં છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યાં છે કે યોગગુરૂ બાબા રામદેવ રવિવારે ઇન્ડિયા ગેટ પહોંચવાના છે. બાબા રામદેવ યુવાનો સાથે સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરશે.

પોલીસે રવિવારે સવારે આંદોલનકારીઓને વિજય ચોકથી હટાવવામાં આવ્યાં હતા પરંતુ તેમને બસોમાં ભરીને દિલ્હીથી બહાર મોકલવામાં આવ્યાં હતા. મીડિયાના લોકોને પણ વિજય ચોકથી દૂર થવા મજબૂર કર્યા હતા. નવી દિલ્હીમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
સરકારે પ્રદર્શનકારીઓથી એટલી હદે ભયભીત થઇ ગઇ છે કે ઇન્ડિયા ગેટ અને વિજય ચોક વિસ્તારમાં 7 મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દિધા છે. પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય, ઉદ્યોગ ભવન, રેસ કોર્ટ, બારાખભ્ભા, મંડી હાઉસ અને ખાન માર્કેટ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. સરકાર કોઇપણ કિંમતે પ્રદર્શનકારીઓને દબાવવા માંગે છે. ભારતભરમાં ગેંગ રેપ વિરૂદ્ધ યોજાઇ રહેલા આંદોલને સરકારને કડક નિર્ણય લેવા પર મજબૂર કરી દિધી છે.












Click it and Unblock the Notifications
