સાડા ચાર લાખ લોકોએ કેજરીવાલને આપ્યો જવાબ

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: ભાજપ દ્વારા સરકાર બનાવવાની મનાઇ કર્યા બાદ આમ આદમી પાર્ટીએ જનતા પાસે તેમનું મંતવ્ય માંગ્યું હતું. જે મુદ્દે ફોન, ઇમેલ અને એસએમએસ દ્વારા અત્યાર સુધી સાડા ચાર લોકોએ જવાબ આપ્યો છે. આપના નેતાએ જણાવ્યું હતું કે અમને સતત લોકો દ્વારા જવાબ મળી રહ્યો છે, જો કે અલગ-અલગ છે.

અત્રી ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોમાં અને કાર્યકર્તાઓની બેઠક થઇ હતી, જેમાં સરકાર બનાવવાના મુદ્દે સૌનું અલગ અલગ મંતવ્ય હતું, ત્યારબાદ અરવિંદ કેજરીવાલે જનતા વચ્ચે જવાનો નિર્ણય કર્યો. ફોન કોલ્સ, ઇમેલ અને એસએમએસ રવિવાર સાંજ સુધી રિસિવ કરવામાં આવશે, શનિવારે અને રવિવારે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના નેતા પ્રજા વચ્ચે જઇને સભાઓ કરશે. સોમવારે સવારે 'આમ આદમી પાર્ટી'ના નેતા અરવિંદ કેજરીવાલ સરકાર બનાવવાના મુદ્દે પોતાના નિર્ણયની જાહેરાત કરશે.

arvind-kejriwal-delhi-sarkar

અત્રે નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 'આપ'ને 28 સીટો મળી હતી તો સૌથી વધુ સીટ જીતનાર ભાજપે સરકાર બનાવવાની મનાઇ કરી દિધી. ત્યારબાદ 'આપ'ને કોંગ્રેસ દ્વારા મળી રહેલા સમર્થન બાદ આ મુદ્દે અરવિંદ કેજરીવાલે જનતા પાસે મંતવ્ય માંગ્યા છે. અન્ય ટીવી ચેનલો દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે 65 ટકા દિલ્હીની જનતા ઇચ્છે છે કે આપે સરકાર બનાવવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X