For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi MCD Election : આ દિગ્ગજોએ કર્યું મતદાન, જુઓ તસવીરો

Delhi MCD Election : દિલ્હી એમડીસી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા 19 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે ચૂંટણી મેદાનમાં 1349 ઉમેદવારો રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Delhi MCD Election : દિલ્હી એમડીસી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા 19 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે ચૂંટણી મેદાનમાં 1349 ઉમેદવારો રહ્યા છે. ઉમેદવારી પરત ખેંચવા તેમજ ચૂંટણી માટે ચિહ્ન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે બાદ હવે આજે એટલે કે 2 ડિસેમ્બરના રોજ મતદાન થઇ રહ્યું છે.

Delhi MCD Election

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે આજે મતદાન ચાલી રહ્યું છે. દિલ્હીના 1.45 કરોડથી વધુ મતદારો કુલ 1349 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. રવિવારના રોજ એટલે કે આજે મતદાન બાદ દિલ્હી MCD ના પરિણામ 7 ડિસેમ્બરના રોજ જાહેર થશે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી MCDમાં ત્રિકોણીય જંગ છે.

પરિવાર સાથે કેજરીવાલે કર્યું મતદાન

પરિવાર સાથે કેજરીવાલે કર્યું મતદાન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. વોટ આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આપણે દિલ્હીને ખૂબ પ્રેમ કરીએ છીએ, દિલ્હીના લોકોને વોટ કરવાની અપીલ છે. તમે કામ કરતી પાર્ટીને મત આપો, કટ્ટર ઈમાનદાર પાર્ટીને મત આપો, શરીફને મત આપો, ભ્રષ્ટાચારીઓને નહીં. આગામી પાંચ વર્ષ કામ કરીને દિલ્હીને ચમકાવવાનું છે.

પ્રવેશ વર્માએ કર્યું મતદાન

પ્રવેશ વર્માએ કર્યું મતદાન

ભાજપ સાંસદ પ્રવેશ વર્મા અને તેમની પત્નીએ મટિયાલા ગામમાં એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો. વોટ આપ્યા બાદ બીજેપી સાંસદે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગોવા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી હતી, પરંતુ લોકો જાણે છે કે, તેમને જૂઠું બોલવાની આદત છે. કોવિડ દરમિયાન, AAPમાંથી કોઈ પણ લોકો માટે કામ કરતું જોવા મળ્યું ન હતું. માત્ર એમસીડીના કાર્યકરો જ લોકોની સાથે ઉભા હતા. MCD ચૂંટણીમાં અમને 250 માંથી 210 સીટો મળી રહી છે.

ડૉ. હર્ષવર્ધને આપ્યો મત

ડૉ. હર્ષવર્ધને આપ્યો મત

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન કૃષ્ણા નગરના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે, મને ખાતરી છે કે, મોટી સંખ્યામાં લોકો દિલ્હીથી મતદાન કરશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપે દેશને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યો છે, મને આશા છે કે, લોકો તે મુજબ મતદાન કરશે. દિલ્હીએ છેલ્લા 15 વર્ષમાં ભાજપનું કામ જોયું છે.

અલકા લાંબાએ કર્યું મતદાન

અલકા લાંબાએ કર્યું મતદાન

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ રઘુબીર નગરના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. જે બાદ તેમણે કહ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે, તેઓ ઘરની બહાર આવીને મતદાન કરે. લોકોએ પરિવર્તન માટે મત આપવો જોઈએ.

કોંગ્રેસના નેતા અજય માકેને કર્યું મતદાન

કોંગ્રેસના નેતા અજય માકેને કર્યું મતદાન

કોંગ્રેસ નેતા અજય માકેન એમસીડી ચૂંટણી માટે મતદાન કરવા માટે રાજૌરી ગાર્ડનમાં એક મતદાન મથક પર પહોંચ્યા હતા. MCD ચૂંટણીમાં પોતાનો મત આપ્યા બાદ કોંગ્રેસના નેતા અજય માકને જણાવ્યું હતું કે, આ ચૂંટણી ગલી, કચરો, ગટર અને સ્વચ્છતાની ચૂંટણી છે, મને લાગે છે કે, કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર શ્રેષ્ઠ છે. ગત વખતે અમને 24 ટકા મત મળ્યા હતા અને 31 બેઠકો જીતી હતી. 2019માં પણ અમને 22-23 ટકા વોટ મળ્યા હતા.

English summary
Delhi MCD Election: These veterans voted, see pictures
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X