દિલ્હીમાં પડોસીએ 8 વર્ષની બાળકી સાથે ગુજાર્યો બળાત્કાર
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: એક આઠ વર્ષની બાળકી સાથે પડોસીએ દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રવિવારે પોલીસે જણાવ્યું હતું કે હુમલાવરની ધરપકડ કરી લીધી છે. અપહરણકર્તાએ પોતાના ઘરની બહાર રમતી બાળકીને 21 વર્ષીય મોહસિદ લલચાવી-ફોસલાવીને પડોસમાં પોતાના ભાડાના મકાનમાં લઇ ગયો હતો.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ''બાળકીની બૂમ સાંભળીને બાળકીની માતા મોહસિદના ઘરે દોડી આવી હતી જ્યાં પુત્રી રડી રહી હતી. બાળકીને નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક મોહસિદ એક મજુર છે અને તેને તેના ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
