ચાંદની ચોકમાં 'સ્પેશિયલ-26' સ્ટાઇલમાં CBIના દરોડા

ચાંદની ચોકમાં વેપાર કરનાર બિઝનેસમેન રાહુલ અને અશોકે જણાવ્યું હતું કે નકલી સીબીઆઇની રેડ મંગળવારે બપોરે બે વાગે ક્લોથ માર્કેટમાં પડી હતી. બે ગાડીઓમાં સવાર થઇને આવેલા આ લોકોમાંથી ચાર-પાંચ લોકો પહેલાં પુરૂષોત્તમની દોરાની દુકાનમાં ઘુસ્યાં. જ્યાં તેમને રોકડ રકમ અને ખાતાઓ સહિત ગાદી પર બેઠેલા માલિકને ઉભો કર્યો. દુકાનમાં ખુસતાની સાથે તેમને નકલી આઇકાર્ડ બતાવ્યું કે તે સીબીઆઇમાંથી રેડ પાડવા માટે અહીં આવ્યાં છે. બે લોકોએ દોરાની દુકાન પર રહ્યાં આ દરમિયાન તેમના સાથીઓ બાજુવાળી ગોપાલની આંગડીયાની દુકાનમાં ઘુસ્યાં. ત્યાં પણ તેમને આ નકલી સીબીઆઇ ઓફિસરોએ રેડ પાડવાનું નાટક રચ્યું. બંને દુકાનોમાંથી લગભગ ચાર લાખ રૂપિયા પણ ઉપાડ્યા.
આ લોકો હરિયાણા નંબરની ઇનોવા અને જાયલો ગાડીમાં આવ્યાં હતા, જેને તેમને માર્કેટની બહાર ઉભી રાખી હતી. તેમાં પણ ચાર-પાંચ લોકો બેઠેલા હતા. બંને ગાડીઓ સ્ટાર્ટ મોડ પર રાખવામાં આવી હતી. દુકાનદારોએ જણાવ્યું હતું કે રેડ પાડવા દરમિયાન એક બિઝનેસમેનને તેમના પર શક થયો ત્યારબાદ પોલીસને ફોન કર્યો. આ દરમિયાન બધા દુકાનદારો ભેગા થઇને ચાર લોકોને પકડી પાડ્યા. પછી દુકાનદાર માર્કેટ બહાર ઉભેલા લોકોની ગાડી તરફ દોડ્યા તો તે લોકો ગાડીમાંથી નીચે ઉતરીને ભાગવા લાગ્યાં. તેમછતાં ત્રણ લોકોને પકડી પાડ્યાં પરંતુ બાકીના નાસી છૂટ્યા.
આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ કરવામાં આવી રહી છે કે આ પહેલાં આવી કેટલી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. દુકાનમાંથી ઉપાડવામાં આવેલી અડધી રકમ જપ્ત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
