દિલ્હીના કનોટ પ્લેસમાં ફાયરિંગ, એકની ધરપકડ

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખાવા-પીવાની બાબતને લઇને કેટલાક યુવકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. પોલીસે રાજેશ નામના એક યુવકની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ જારી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ યુવક ઉત્તમનગરનો રહેનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં ફાયરિંગ થયું છે ત્યાં ઘણી બધી હાઇ પ્રોફાઇલ ઓફિસ આવેલી છે, જણાવવામાં આવે છે કે ખાવા-પીવાની ચીજવસ્તુઓને લઇને સર્જાયેલા આંતરિક વિખવાદના કારણે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ઢાબાની અંદર થયેલા આ ફાયરિંગમાં જોકે કોઇ જાનહાનિના સમાચાર નથી, કારણ કે આ ફાયરિંગ માત્ર હવામાં કરવામાં આવ્યું હતું. ફાયરિંગના કારણે ઢાબાની છતમાં કાણા પડી ગયા છે. પોલીસે ઘટનસ્થળેથી એક કાર અને .32 એમએમની એક પિસ્તોલ જપ્ત કરી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
