દિલ્હી ગેંગરેપ: કાલે મળશે ન્યાય, પરિવારની હાજરીમાં કોર્ટ સંભળાવશે ચૂકાદો
નવી દિલ્હી, 10 જુલાઇ: આખા દેશને હલાવી રાખનાર 16 ડિસેમ્બરની ઘટના માટે આવતીકાલનો દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વસંત વિહાર ગેંગરેપ અને હત્યા કેસમાં પ્રથમ ચૂકાદો આવવાનો છે. 11 જુલાઇના રોજ આવનાર આ નિર્ણય પર દેશની નજરો મંડાયેલી છે.
દેશની સાથે-સાથે પીડિતાનો પરિવાર પણ આ સમયનો આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી. પોતાના દિલને મજબૂત કરી ચૂકેલી પીડિતાનો પરિવાર ભલે કોર્ટમાં હાજર હશે. પરિવારના લોકોની હાજરીમાં કોર્ટ પોતાનો પ્રથમ ચૂકાદો સંભળાવશે.

ગેંગરેપના છઠ્ઠા તરૂણ આરોપીની સુનાવણી પુરી થઇ ચુકી છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે તેની સુનાવણી પુરી કરી છે અને કોર્ટે 11 જુલાઇના રોજ આ અંગે પોતાનો ચૂકાદો સંભળાવશે. તો બીજી તરફ પરિવારના લોકોએ તરૂણને કડકમાં કડક સજા આપવાની માંગણી કરી છે. પીડિતાના પિતાએ કહ્યું હતું કે આ પળની લાંબાગાળાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે તેઓ જોવા માંગે છે કે કોર્ટ શું ચૂકાદો સંભળાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલે જે તરૂણ આરોપી વિરૂદ્ધ ચૂકાદો સંભળાવવામાં આવશે તે ભલે જ અપરાધના સમયે તરૂણ હોય, પરંતુ હવે જ્યારે તેને સજા મળવાની છે ત્યારે તે કિશોર થઇ ચૂક્યો છે. એવા સમયે કોર્ટનો ચૂકાદો મહત્વપૂર્ણ થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
