કનોટ પ્લેસમાં યુવતીની છેડતી, 4 વિદેશીઓની ધરપકડ

મહિલા કર્મચારીએ કનોટ પ્લેસના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમાંથી એક આરોપી યમનનો નાગરિક છે. બે લીબિયાનો અને એક અલ્જીરીયાનો નાગરિક છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા હોટલમાં આસિસ્ટન્ટ ટ્રેનિંગ મેનેજર છે.
પોલીસે જણાવ્યું કે ફરિયાદી મહિલા દિલ્હીના જનપથ પર એક હોટલની સામે માર્ગ પર ઉભી હતી. દરમિયાનમાં એક કાર આવી અને તેમાં બેઠેલા ચાર વિદેશી યુવકોએ તેને કારમાં ખેંચવાની કોશિશ કરી. આ મહિલા ત્યાંથી ભાગીને પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક ધોરણે ચારેય વિદેશીઓની ધરપકડ કરી લીધી છે.
આ મહિલાએ પોલીસને જણાવ્યું કે એક દુતાવાસની કારમાંથી ચાર લોકોએ તેને અશ્લીલ ઇશારા કર્યા અને ડરાવવાની કોશિશ કરી. યમની અને અલ્જીરીયાઇ નાગરિકોને ડિપ્લોમેટિક ઇમ્યૂનિટી મળેલ હોવાથી તેમને છોડી મૂકાયા અને લિબિયાના બે નાગરિકોને જામિન પર છોડી મૂકાયા છે.












Click it and Unblock the Notifications
