દિલ્હી ગેંગરેપની સુનાવણીના મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ યથાવત રહે: દિલ્હી પોલીસ

દયાન કૃષ્ણને કહ્યું હતું કે આ કેસમાં કેટલાક સાક્ષીઓ છે. તેમના હિતમાં કેસની સુનાવણી બંધ રૂમમાં થવી જોઇએ. દયાન કૃષ્ણને કહ્યું હતું કે 'આ કેસમાં આરોપપત્ર દાખલ થયું છે. અમારી પાસે 80 સાક્ષી છે. અત્યાર સુધીમાં 11 સાક્ષીઓની સાક્ષી થઇ ચુકી છે. દરરોજ સુનાવણી થઇ રહી છે. ન્યાયમૂર્તિ રાજીવ શકધરે દયાન કૃષ્ણને પૂછ્યું હતું કે અધિકૃત પત્રકારને ન્યાયાલયની કાર્યવાહીનો રિપોર્ટ કરવાની પરવાનગી આપી શકાય.
આ મુદ્દે દયાન કૃષ્ણને નકારાત્મક જવાબ આપ્યો હતો. આ મુદ્દે આગામી સુનાવણી 28 ફેબ્રુઆરીએ થશે. ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીઓને કોર્ટમાં લાવવામાં મુશ્કેલી થતી હોવાથી 7 જાન્યુઆરીના રોજ કેસની સુનાવણી બંધ રૂમમાં કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટની પરવાનગી વિના આ કેસ સાથે સંકળાયેલ સમાચારને પ્રકાશિત ન કરવાનો પણ આદેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
