શીલાની દિલ્હીમાં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ

gangrape
નવી દિલ્હી, 17 ડિસેમ્બર: શીલા દિક્ષિતના દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રવિવારે રાત્રે પાંચ લોકોએ ચાલતી બસમાં એક મેડિકલની વિદ્યાર્થિની પર કથિતરીતે સામૂહિક બળાત્કાર કર્યાનો મામલો સામે આવતા જ ચકચાર મચી જવા પામી છે. આ નરાધમોએ બળાત્કાર ગુજાર્યા બાદ આ પીડિત યુવતી અને તેના સાથીમિત્રના કપડા ઉતારીને તેમને બસમાંથી ફેંકી દીધા.

પીડિતાના સાથીમિત્રએ વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પીડિત યુવતીને સફદરદંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ છે, જેની હાલત ગંભીર બતાવાઇ રહી છે. આ યુવતી અને તેનો સાથી મિત્ર રાત્રે 11 વાગ્યે મુનિરકામાં સફેદ રંગની એક ખાનગી બસમાં ચઢ્યા હતા. તેમને પાલમ જવાનું હતું જ્યાં તે રહેતી હતી. બસમાં બીજા કોઇ યાત્રીઓ ન્હોતા.

લગભગ 10 મિનિય બાદ કેટલાક અજાણ્યા શખ્શો બસમાં ચઢ્યા, અને તેઓ આ યુવતીની છેડતી કરવા લાગ્યા. તેના મિત્રએ આ લોકોને રોકવાની કોશીશ કરી તો તેઓએ તેને જોરદાર માર માર્યો. તેઓ યુવતીને બસની કેબિનમાં લઇ ગયા અને તેની સાથે સામુહિક બળાત્કાર કર્યો. ત્યારબાદ તેમણે બંનેના કપડા ઉતારીને અર્ધનગ્ન હાલતમાં મહિપાલપૂર ફ્લાઇઓવર પર ચાલતી બસમાંથી ફેંકી દીધા.

આ વિદ્યાર્થીનો મિત્ર એક સોફ્ટવેર ફર્મમાં કામ કરે છે. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X