ઘર સામે લઘુશંકા નહી કરવાનું કહેતા યુવતીની હત્યા!

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક દિલ્હીના હજરત નીઝામુદ્દીન વિસ્તારમાં 11માં ધોરણમાં ભણતી 16 વર્ષીય બિન્નો નામની કિશોરીએ જ્યારે તેના ઘરની સામે લઘુશંકા કરતા તેના પડોશીને જોયો તો તેણે તુરંત તેનો વિરોધ કર્યો. આ કિશોરી અને તેની માતાએ તેના પાડોશી સામે સખત વિરોધ નોંધાવ્યો અને તેમની વચ્ચે બોલાચાલી પણ થઇ.
આ દરમિયાનમાં ઉશ્કેરાઇ જઇને પાડોશીએ મહિલા અને તેની પુત્રી પર ગોળી ચલાવી. જોકે આ ખાનગી ગોળીબારમાં કિશોરીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તેમજ કિશોરીની માતા પણ ગંભીર રીતે ઘાયલ થઇ છે.
પોલીસે જણાવ્યું કે બિન્નોની માતા સદમણીને એક ગોળી વાગી હતી જ્યારે પુત્રી બિન્નોના પેટમાંથી બે ગોળી વાગી હતી. જોકે ફાયરીંગ કરનાર પાડોશી જાવેદ આ ઘટના બાદ નાસી છૂટ્યો છે. પોલીસે ઘટનાની તપાસ કરીને આરોપીને પકડવાની કવાયત શરુ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
