ઘેર બેઠા ગંગા: NRI વૈજ્ઞાનિકોને વર્ષે 55 લાખ મળશે

આ યોજના અનુસાર આવા 'ઉચ્ચ શ્રેણી'ના વૈજ્ઞાનિકોને વાર્ષિક એક લાખ ડોલર (લગભગ 55 લાખ ડોલર) આપવામાં આવશે. આ ઉપરાંત તેમને દરેક પ્રકારની સુવિધાઓ ફુલ ફર્નિશ્ડ આવાસ અને એકથી ત્રણ વર્ષ સુધી ભારતમાં રહેવા માટે ખર્ચ પણ પુરો પાડવામાં આવશે. આયોજન પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ આહલુવાલિયાએ સરકારના વૈજ્ઞાનિક વિભાગના સચિવોને મોકલવામાં આવેલી નોટમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો.
આહલુવાલિયાએ મંગળવારે વિજ્ઞાન વિભાગના સચિવોની બેઠકની બેઠક બોલાવી હતી જેમાં 'રાષ્ટ્રીય જવાહરલાલ નેહરૂ વિજ્ઞાન ફેલોશિપ'ના ગઠનના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. ફેલોશિપ પસંદગી પામેલ વૈજ્ઞાનિકોને આપવામાં આવશે જેમાં વૈજ્ઞાનિક સંશોધનમાં લગતા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કુટતા પ્રાપ્ત કરી છે જે અમારી પ્રાથમિકતાઓમાં છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ચીને એવી એક યોજના અપનાવી હતી અને વિદેશોમાં કામ કરી રહેલા એક હજારથી વધુ વૈજ્ઞાનિકોને પરત લાવવામાં સફળતા મળી હતી. સંશોધન ક્ષેત્રે કામ કરનાર પ્રોફેસર સંસ્થાના કર્મચારીઓ ગણાશે નહી અને તેમને કેન્દ્ર પગાર ચુકવશે.












Click it and Unblock the Notifications
