For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તહેવારની સિઝન દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી મળતા હાઇ એલર્ટ

રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે, "સ્થાનિક ગુનેગારો, ગુંડાઓ અને રૂઢિચુસ્ત તત્વો આ પ્રકારના હુમલામાં મદદ કરી શકે છે."

|
Google Oneindia Gujarati News

High alert : દિલ્હી પોલીસ તહેવારોની સિઝન અંગે હાઈ એલર્ટ પર છે. દિલ્હી પોલીસને ઇનપુટ્સ મળ્યા છે કે, તહેવારની સીઝનમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ શનિવારના રોજ (09 ઓક્ટોબર) ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

High alert

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તહેવારોની સિઝનમાં રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી હુમલાના ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં આતંકવાદ વિરોધી પગલાંની ચર્ચા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આતંકવાદીઓને સ્થાનિક લોકોનું સમર્થન લેવાથી કેવી રીતે રોકી શકાય તે અંગે પણ ચર્ચા પણ કરી છે.

આ બેઠકમાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં આતંકવાદી હુમલાની માહિતી મળી છે. જો કે, તેમણે કહ્યું કે, જ્યાં સુધી હુમલાખોરોને સ્થાનિક સમર્થન ન મળે ત્યાં સુધી આ પ્રકારનો હુમલો ન થઈ શકે.

રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે, "સ્થાનિક ગુનેગારો, ગુંડાઓ અને રૂઢિચુસ્ત તત્વો આ પ્રકારના હુમલામાં મદદ કરી શકે છે." પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, "સાયબર કાફે, કેમિકલ શોપ્સ, પાર્કિંગ લોટ, જંક અને કાર ડીલરોની વ્યાવસાયિક તપાસ અને દેખરેખ રાખવામાં આવશે. પેટ્રોલ પંપ અને પેટ્રોલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવી શકે છે તેવા ઇનપુટ્સ છે."

રાકેશ અસ્થાનાએ નવા ભાડૂતો અને મજૂરોની ચકાસણી માટે એક ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોમ્યુનિટી પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, પોલીસ આરડબલ્યુએ, અમન કમિટી સાથે પણ બેઠક કરશે અને રેહરીવાલા અને ચોકીદાર જેવા 'આંખ અને કાન યોજના' હિસ્સેદારો સાથે વાતચીત દ્વારા માહિતી મેળવશે.

English summary
Delhi Police is on high alert about the festive season. Delhi Police has received inputs that a terrorist attack could take place during the festive season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X