શિંદેના બયાન વિરૂદ્ધ બબાલ: આજે BJPનું વિરોધ પ્રદર્શન

ચંદીગઢમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે પાણીનો મારો ચલાવીને પ્રદર્શકારીઓને વેર-વિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો.
Update: 12:14 AM
કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના નિવેદનથી ક્રોધે ભરાયેલ ભાજપ અને હિન્દુવાદી સંગઠન દેશભરમાં ગુરૂવારે કેટલાક સ્થળોએ વિરોધ પ્રદર્શન કરશે. તો કેટલાક પ્રદેશોમાં બુધવારે સુશિલ કુમાર શિંદેના આ નિવેદન વિરૂદ્ધ કાર્યકર્તાઓએ પુતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો.
ભાજપના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા રાજનાથ સિંહે બુધવારે કહ્યું હતું કે કેન્દ્રિય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેની ટિપ્પણી (હિન્દુ આતંકવાદ) વિરૂદ્ધ ભાજપ ગુરૂવારે દેશવ્યાપી પ્રદર્શ કરશે.
રાજનાથ સિંહે બુધવારે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે સુશિલ કુમાર શિંદેની ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે સરકાર આતંવાદ વિરૂદ્ધ પોતાની લડાઇમાં ગંભીર નથી. રાજનાથ સિંહે કહ્યું હતું કે વોટબેંકના રાજકારણ માટે દેશના વાતાવરણમાં સાંપ્રદાયિકતાને ઝેર ખોળી રહ્યું છે. અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ. તેમને કહ્યું હતું કે ભાજપ સુશિલ કુમારના નિવેદન વિરૂદ્ધ દેશવ્યાપી આંદોલન કરશે.
સંઘના ખાસ માનવામાં આવતાં રાજનાથ સિંહે અધ્યક્ષ બન્યા બાદ પોતાના નિવેદનમાં ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેના 'હિન્દુ આતંકવાદ' સંબંધી નિવેદનની ટીકા કરી છે. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. અરૂણ ચર્તુવેદીએ શિંદેની ટિપ્પણીનો સખત વિરોધ કરતાં વડાપ્રધાન પાસે તેમને કાઢી મૂકવાની માંગણી કરી છે. ભાજપ કાર્યકર્તાઓએ જયપુરમાં પ્રદર્શન કરી સુશિલ કુમાર શિંદેના પૂતળાનું દહન કર્યું હતું. બીકાનેરમાં શહેર ભાજપ અધ્યક્ષ શશિકાંત શર્માના નેતૃત્વમાં ભાજપના અગ્રિમ સંગઠનોના પદાધિકારી અને કાર્યકર્તાઓએ કેન્દ્રિય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેના પૂતળાનું દહન કર્યું હતું.












Click it and Unblock the Notifications
