તો સત્તાની લાલચમાં કેજરીવાલે તોડ્યા બાળકોના સોગંધ?
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: અરવિંદ કેજરીવાલ એક એવી આંધીનું નામ છે જેને ભારતીય રાજકારણ પર જામેલી નિષ્ફળતા અને ભ્રષ્ટાચારની ધૂળને હવામાં ઉડાવી દિધી છે. એક એવી આંધી જેણે મોટા મોટા લોકોના પગ નીચેથી જમીન ખેંચી લીધી. એક સસ્તી શર્ટ, પગમાં ચંપલ અને ગળામાં સામાન્ય દેખાતો મફલર પહેરીને આંધી આવશે એમ વિચાર્યું પણ ન હતું. એક આરામદાયક જીંદગી છોડીને તેમને સંઘર્ષનો રસ્તો અપનાવ્યો. પરંતુ હવે આશાના એન્જિનિયર પર રાજકીય હુમલા થવા લાગ્યા છે. કોંગ્રેસનું સમર્થન લઇને દિલ્હીમાં સરકાર બનાવવા મુદ્દે ભાજપે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.
ભાજપે અરવિંદ કેજરીવાલને પૂછ્યું છે કે તેમને પોતાના બાળકોના સોગંધ ખાધા હતા તો પછી સોગંધ કેમ તોડ્યા? અત્રે ઉલ્લેખનીય છે સપ્ટેમ્બર મહિનામાં અરવિંદ કેજરીવાલે એક અંગ્રેજી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે ત્રિશુંકુ વિધાનસભાની સ્થિતીમાં તે બાળકોની સોગંધ ખાઇને કહે છે કે તે ના તો ભાજપ કે ના તો કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરે. ભાજપના કેટલાક નેતાઓનું એમપણ કહેવું છે કે ખુરશીના મોહમાં અરવિંદ કેજરીવાલે પોતાના બાળકોના સોગંધ તોડ્યા છે.

આ મુદ્દે અરવિંદ કેજરીવાલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર સ્પષ્ટતા આપી છે અને લખ્યું છે કે તે 'અલ્પમત' સરકાર બનાવી રહ્યાં છે અને કોંગ્રેસના લોકોને મંત્રીમંડળમાં સ્થાન નહી આપવામાં આવે. કોંગ્રેસની સરકારમાં પણ કોઇ ભાગીદારી નથી. અરવિંદ કેજરીવાલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કરી જણાવ્યું છે કે તે દિલ્હીમાં સરકાર કેમ બનાવી રહ્યાં છે. તેમનું પાંચ ભાષાઓમાં અનુવાદ છે. તે આપના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે મંત્રિમંડળનું એલાન આવતીકાલે થઇ શકે છે. શપથ ગ્રહણની તારીખ હજુ સુધી નક્કી નથી.












Click it and Unblock the Notifications
