કોંગ્રેસીયોએ કેજરીવાલ સમર્થકોને માર માર્યો

IAC
નવી દિલ્હી, 9 ઓક્ટોબર: દિલ્હીના આર.કે.પુરમમાં મંગળવારે સાંજે કોંગ્રેસી કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલના સમર્થકોને માર માર્યાના સમાચાર છે. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શને પોલીસને તપાસ કરવાની માગ કરી છે. આઇએસીના સભ્ય મનીષ સિસોદિયાએ લીગલ એક્શનની ચેતવણી આપી હતી.

ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સભ્ય ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર આઇએસીના કાર્યકર્તા આર.કે.પુરમમાં બીએસઈએસની ઓફીસની બહાર લોકોને પત્રિકા વહેચીને જાગૃતિ ફેલાવી રહ્યા હતા. તેમનો આરોપ છે કે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો તેમની પર તૂટી પડ્યા.

ઘટના બાદ આઇએસીના કાર્યકરો પોલીસ સ્ટેશનમાં જઇ ચડ્યા. તેઓ કોંગ્રેસી કાર્યકરોની સામે કાનૂની પગલા ભરવાની માંગ કરી રહ્યા હતા. જોકે પોલીસે આ અંગે કોઇ ફરિયાદ નોંધી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X