For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં દર 40 મિનિટે થાય છે એક બળાત્કાર : સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rape
નવી દિલ્હી, 19 ડિસેમ્બર: વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ (એસોચૈમ)ની સામાજિક વિકાસ સંસ્થા તરફથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં દર 40 મિનિટે એક મહિલાનું અપહરણ અને બળાત્કાર થાય છે. આ ઉપરાંત શહેરના માર્ગો પર દર કલાકે એક મહિલાનું શારિરીક શોષણની ફરિયાદ થાય ચે અને દર 25 મિનિટે એક છેડતીની ઘટના બને છે. એસોચૈમના રિપોર્ટે દેશની રાજધાની દિલ્હીમાં સ્ત્રીઓની સુરક્ષા વ્યવસ્થાની પોલ ઉઘાડી પાડી દિધી છે.

એસોચૈમના મહાસચિવ ડી.એસ.રાવતે રિપોર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે દિલ્હી અને એનસીઆરની મહિલાઓ દિવસે અને રાત્રે સાર્વજનિક સ્થળોએ પણ અસુરક્ષિત મહસૂસ કરે છે. સ્ત્રીઓની સુરક્ષા સાથે જોડાયેલા સર્વેમાં દિલ્હી, એનસીઆર, મુંબઇ, કલકત્તા, બેંગ્લોર, હૈદ્રાબાદ, અમદાવાદ, પુણે અને દેહારાદુન સહિત કેટલાય શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સો ટકા મહિલાઓ કહ્યું છે કે મહિલાઓની સુરક્ષાની સમસ્તા દેશની બીજી કોઇ પણ સમસ્યા કરતાં મોટી છે.

સર્વેમાં એ વાત સામે આવી છે કે રાજધાની દિલ્હીમાં વિભિન્ન સેક્ટરોમાં કામ કરનારી 92 ટકા મહિલાઓ રાતપાળીમાં કામ કરવા દરમિયાન પોતાને અસુરક્ષિત મહેસુસ કરે છે. દેશમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ બીપીઓ, રિસેપ્શનિસ્ટ, નાગરિક ઉડ્ડયન, દાક્તરી સેવા, વસ્ત્ર ઉદ્યોગ તથા મિડીયાના ક્ષેત્રમાં કામ કરે છે. આ ક્ષેત્રોમાં મોડી રાત સુધી કામ કરનારી મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા નક્કી કરવાની જરૂરિયાત છેલ્લાં કેટલાક સમયથી અનુભવવામાં આવતી હતી.

સર્વેમાં દિલ્હીની 92 ટકા, બેંગ્લોરની 85 ટકા, કલકત્તાની 82 ટકા અને હૈદ્રાબાદની 18 ટકા મહિલાઓએ સ્વિકાર્યું છે કે તે દિવસે અને રાત્રે બંને પાળીઓમાં કામ કરવામાં પોતાની અસુરક્ષિત અનુભવે છે. મોડી રાત સુધી કામ કરવું તે બદલાતા સમયની માંગ છે એવા સમયે મહિલાઓની સુરક્ષા એક મોટી સમસ્યા છે. આ સમસ્યાના સમાધાન માટે 92 ટકા મહિલાઓએ કહ્યું છે કે મહિલાઓ વિરૂદ્ધના ગુનાને બિન જમાનતી શ્રેણીમાં મુકવો જોઇએ અને તેની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઇએ.

English summary
A recent study of ASSOCHAM Social Development Foundation reveals that around 92 per cent of working women in all major cities across the country feel insecure, especially at night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X