આપ નોટિસ મોકલતા રહો, હું માનહાનિ કરતો રહીશ: કેજરીવાલ

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણ દરમિયાન શીલા દીક્ષિતને 'વીજળીના દલાલ' કહ્યા હતા. જેના માટે કેજરીવાલને શીલા દીક્ષિતને માનહાનીની નોટિસ ફટકારી છે.
નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અરવિંદ બે દિવસની અંદર માફી માંગે નહીંતર તેમની સામે કાનૂની પગલા ભરવામાં આવશે. જેના જવાબમાં કેજરીવાલે જણાવ્યું કે શીલા દીક્ષિત જેટલી માનહાનિની નોટિસ મોકલવી હોય તેટલી મોકલતા રહે હું તેમની અને તેમના સરકારની માનહાનિ કરતો રહીશ.
કેજરીવાલે શીલા દીક્ષિતને કેટલાક સવાલો પણ કર્યા. તેમણે પૂછ્યું કે બે વર્ષ પહેલા વીજળીની કિંમતો 23 ટકા ઘટાડવાના પ્રસ્તાવ પર કેમ રોક લગાવી. જેના માટે દિલ્હી સરકારે આપની સરકારને ઠપકો પણ આપ્યો. તેમણે દિલ્હી સરકાર પર સવાલ ઉભા કરતા જણાવ્યું હતું કે તમારે જવાબ આપવા પડશે કે આપ સામાન્ય જનતા સાથે છો કે ખાનગી કંપનીયો સાથે?












Click it and Unblock the Notifications
