દક્ષિણી સૂદાનમાં ભારતીય શાંતિ સૈનિકો પર હુમલો, 5 જવાન શહીદ

જવાનો શહીદ થયા હોવાની પુષ્ટી વિદેશ મંત્રાલયે કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા સૈયદ અકબરૂદ્દીને તે વાતની પુષ્ટિ કરતાં ટ્વિટર પર લખ્યું છે કે 'દક્ષિણી સૂદાનના જોંગલેઇમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનની એક ટુકડી પર થયેલા વિદ્રોહીઓના હુમલામાં પાંચ ભારતીય શાંતિ સૈનિકોના મોત નિપજ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણી સૂદાનને વર્ષ 2011માં મળેલી સ્વાધીનતા બાદથી જોંગલેઇ પ્રાંતમાં વ્યાપક જાતિય હિંસાની કેટલીક ઘટનાઓ પહેલાં પણ થઇ છે. હુમલામાં એક લે કર્નલ સહિત પાંચ ભારતીય સૈનિક શહીદ થયા છે જ્યારે પાંચ સૈનિકો ઘાયલ થયા છે. તે બધા જ સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક મિશનમાં સામેલ હતા.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો સ્થાનિક સમયનુસાર સવારે સાડા નવ વાગે ગુમરૂક પાસે જોંગલેઇમાં થયો હતો. ભારતીય શાંતિરક્ષકોની લાશ પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારત દુનિયાભરમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક બળમાં પ્રમુખ સહયોગી રહ્યો છે.












Click it and Unblock the Notifications
