માછીમાર હત્યા કેસ: ભારત પાછા નહી ફરે ઇટાલીના બે મરીન

નૌસૈનિકો માસ્સિમિલિઆનો લાટોરે અને સલ્વાતોરે ગિરોને પર ચાંચિયા વિરોધી અભિયાન દરમિયાન ગત ફેબ્રુઆરી મહિનામાં કેરલના કિનારા પાસે બે માછીમારોની હત્યાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે આ ઇટાલીયન નૌસૈનિકોને ચાર અઠવાડિયા માટે ઇટાલી જવાની પરવાનગી આપી હતી જેથી તેઓ ચુંટણીમાં મતદાન કરી શકે. આ પહેલાં ક્રિસમસની રજાઓ માણવા માટે તેમને સ્વદેશ જવાની પરવાનગી આપવામાં આવી હતી અને રજાઓ પુરી થતાં તે ભારત પરત ફર્યા હતા.
આ દરમિયાન એક ચોંકવનાર ઘટનાક્રમમાં ઇટાલીના વિદેશ મંત્રાલયે ભારતીય અધિકારીઓ પર નૌસૈનિકોની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. મંત્રાલયએ એક અધિકારીક નિવેદનમાં કહ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થથી આ કેસની તપાસનો વિકલ્પ ખુલ્લો છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેને મોડી રાત્રે ઇટાલીથી એક સંદેશ મળ્યો હતો અને તે સાવધાનીપૂર્વક તેનું અધ્યયન કરશે. જો કે મંત્રાલયે એ જણાવ્યું કે નથી કે આ સંદેશમાં શું લખ્યું છે. નિવેદન અનુસાર નવી દિલ્હીમાં ઇટાલીના રાજદૂર ડેનિઅલ માનસિનિએ આજે આ સંબંધમાં વિદેશ મંત્રાલયને એક 'નોટ વર્બલ' સોંપી.
તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે આ મુદ્દે રાજકિય સમાધાનના ઇટાલીના અનુરોધનો જવાબ સોંપ્યો નથી અને હવે બંને દેશો વચ્ચે 'સમુદ્રી કાનૂનને લઇને સંયુક્ત રાષ્ટ્રના કરાર'ની શરતોને લઇને વિવાદ છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇટાલીએ ભારત સરકારને જાણ કરી દિધી છે કે બંને દેશો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય વિવાદ ઔપચારિક શરૂઆતને જોતાં બંને નૌસૈનિકો માસ્સિમિલિઆનો લાટોરે અને સલ્વાતોરે ગિરાને તેમના ઘરે જવા માટે આપેલી રજા પુરી થતાં તે ભારત પરત ફરશે નહી. નિવેદન મુજબ આ નિર્ણય રક્ષા મંત્રાલય અને ન્યાય મંત્રાલયથી સલાહ અને વડાપ્રધાન કાર્યાલય સાથે સમન્વયથી લેવામાં આવ્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત દ્રારા પોતાના દેશમાં નૌસૈનિકો પર કેસ ચલાવવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમના અધિકારોએ ઉલ્લંઘન કર્યું છે. ઇટાલીની દલીલી આપી છે કે નૌસૈનિકો પર કેસ પોતાના દેશમાં ચાલવો જોઇએ. ઇટલી સરકારે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અથવા ન્યાયિક સમાધાનના માધ્યમથી વિવાદના સમાધાનનો વિકલ્પ ખુલ્લો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની સુપ્રિમ કોર્ટે 22 ફેબ્રુઆરીએ બે નૌસૈનિકોને તેમના દેશમાં 24 અને 25 ફેબ્રુઆરીએ યોજાયેલ ચુંટલીમાં મતદાન કરવા માટે સ્વદેશ જવાની પરવાનગી આપી હતી. પીઠે કહ્યું હતું કે નૌસૈનિકોને ફક્ત ઇટાલીની યાત્રા કરવા અને ત્યાં રહેવાની પરવાનગી હશે તેમને ચાર અઠવાડિયા સમયગાળામાં તેમને ભારત પરત ફરવું પડશે.












Click it and Unblock the Notifications
