મહેશ જેઠમલાણી ભાજપના અધ્યક્ષ પદ માટે ચુંટણી લડશે?

mahesh-jethmalani
નવી દિલ્હી, 21 જાન્યુઆરી: ભાજપના નેતા મહેશ જેઠમલાણીએ ધમકી આપી છે કે જો નિતિન ગડકરીને બીજીવાર પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવશે તો તે અધ્યક્ષ પદ માટે ચુંટણી લડશે. મળતી માહિતી મુજબ મહેશ જેઠમલાણીની ધમકી એટલા માટે મહત્વપૂર્ણ છે કે જ્યારે પાર્ટી અધ્યક્ષ માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.

એક અંગ્રેજી ન્યુઝ ચેનલના જણાવ્યા અનુસાર જેઠમલાણી ભાજપમાં મોટાગજાના નેતા છે જે નિતિન ગડકરીને અધ્યક્ષ બનાવવાની વિરૂદ્ધ છે. તેની પાછળ નિતિન ગડકરી પર લાગેલા ભ્રષ્ટાચારને આરોપોને ગણાવવામાં આવે છે. નિતિન ગડકરીનો વિરોધ વ્યક્ત કરતાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાંથી રાજીનામું આપી દિધું હતું.

રવિવારે ભાજપના અધ્યક્ષ પદની ચુંટણી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. નિતિન ગડકરી ભાજપના અધ્યક્ષ પદ માટે 23 જાન્યુઆરીના રોજ ઉમેદવારી પત્ર ભરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિતિન ગડકરીને બીજીવાર અધ્યક્ષ બનાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ સુષ્મા સ્વરાજને અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે. જો કે સુષ્મા સ્વરાજે આ પદ માટે હજુ સુધી ઉત્સુકતા બતાવી નથી. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ નિતિન ગડકરીને અધ્યક્ષ બનાવવના પક્ષમાં છે.

આ દરમિયાન પાર્ટી અધ્યક્ષના ચુંટણીના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે જો ચુંટણી સર્વસંમતિથી થાય છે તો પરિણામની જાહેરાત તે દિવસે જ કરવામાં આવશે અને જો પ્રતિદ્રંદ્રી સામે આવે અથવા મતદાનની જરૂરિયાત જણાશે તો તેની જાહેરાત 23 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X