ગ્રેટર નોઇડામાં ચાલતી કારમાં કિશોરી સાથે ગેંગરેપ

આ ઘટના સમસ્તીપુર ગામની છે જ્યાં ચાર માર્ચથી 16 વર્ષીય બાળકી ગુમ થઇ ગઇ હતી. બાળકીના પરિવારજનોએ આ સંબંધમાં બે લોકો વિરૂદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ તપાસ કરી રહી હતી.
બાળકીના પરિવાજનોએ એક સ્થાનિક યુવક કલ્લુ અપહરણમાં સંડોવાયેલો હોવાની આશંકા હતી તેને બાદમાં તેના એક સાથી જય પ્રકાશ સાથે ધરપકડક કરવામાં આવી હતી. એક રાજમાર્ગ પર આ બંને યુવકો સાથે કારમાં બાળકી પણ મળી આવી હતી. આ દરમિયાન બે આરોપી ફરાર થવામાં સફળ રહ્યાં હતા.
પોલીસે કહ્યું હતું કે કિશોર બાળકીને દાક્તરી તપાસ માટે મોકલવામાં આવી છે. અમે હજુ બે ફરાર આરોપીઓની શોધ કરી રહ્યાં છીએ તથા આશા છે કે તેમને જલદી જ પકડી પાડવામાં આવશે.












Click it and Unblock the Notifications
