For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણતંત્ર દિવસની પરેડમાં મોબાઇલ ફોન પ્રતિબંધિત

|
Google Oneindia Gujarati News

republic-day-security
નવી દિલ્હી, 17 જાન્યુઆરી : ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના ભાગરૂપે દિલ્હી પોલીસે તમામ વ્યવસ્થા કરી છે. આ માટે દિલ્હી પોલીસે પરેડ જોવા આવનારા લોકોને પોતાની સાથે મોબાઇલ ફોન નહીં લાવવાની અપીલ કરી છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે તમામ સમાચાર પત્રોમાં આ સંબંધમાં જાહેરાત આપી છે. જાહેર અપીલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ગણતંત્ર દિવસ 2012ની પરેડમાં આવનારા લોકો પોતાના મોબાઇલ પોતાની સાથે ના લાવે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે આ પગલું સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે લેવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી પોલીસે ટ્રાફિક મેનેજમેન્ટ ઉપર પણ ખાસ ધ્યાન આપ્યું છે.

દિલ્હી પોલીસે 24 કલાક ચાલુ રહેતો ટ્રાફિક હેલ્પલાઇન નંબર ( 011-25844444) પણ રજૂ કર્યો છે. આ ઉપરાંત દિલ્હીની સરહદથી જોડાયેલા રાજ્યોમાં પણ ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ દ્વારા સંયુક્ત રૂપે કાળી ફિલ્મ લગાવેલા વાહનોમાંથી ફિલ્મ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસે સંવેદનશીલ સ્થળોને ઓળખીને સઘન ચેકિંગ શરૂ કર્યું છે.

રાજધાની દિલ્હીમાં ઊંચી ઇમારતો પર અચૂક નિશાનેબાજ તૈનાત કર્યા છે. જ્યારે 160થી વધારે ક્લોઝ સર્કિટ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. મોબાઇલ ટીમો, વિમાનભેદી તોપ, એનએસજીની ટૂકડીઓની મદદ પણ લેવામાં આવી છે. રાજપથ પર 25 જાન્યુઆરીની સાંજથી વાહનોના આવાગમન પર પ્રતિબંધ મુકવામાં આવશે.

English summary
Mobile phones are banned in the Republic Day parade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X