For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બિટ્ટાએ કોંગ્રેસી નેતાઓને ગણાવ્યા દગાખોર'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ms-bitta
નવી દિલ્હી, 12 એપ્રિલ: આતંકવાદી દેવિન્દ્ર પાલ સિંહ ભુલ્લરની અરજી નકારી કાઢ્યા બાદ યુવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ મનિંદરજીત સિંહ બિટ્ટાએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીની શીલા દિક્ષિત સરકારે ભુલ્લરને બચાવ્યો હતો. તેમને રડતાં-રડતાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતા દગાખોર છે. જો કે તેમને કોંગ્રેસ પાર્ટીને સારી ગણાવી છે.

કોંગ્રેસના નેતાઓ પર ગુસ્સો વ્યક્ત કરતાં મનિંદરજીત સિંહ બિટ્ટાએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા આતંકવાદીના મદદગાર છે. તેમને કહ્યું હતું કે અંબિકા સોનીએ મને અફજલ ગુરૂના મુદ્દે ચુપ રહેવાનું કહ્યું હતું, જ્યારે કપિલ સિબ્બલે આતંકવાદી ભુલ્લરને બચાવવા માટ કેસ લડ્યો હતો.

કોંગ્રેસને સારો ગણાવનાર અને કોંગ્રેસી નેતાઓને દગાબાજ કહેનાર મનિંદરજીત સિંહ બિટ્ટાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીએ મને મળવાનો સમય આપ્યો ન હતો. મનિંદરજીત સિંહ બિટ્ટાએ કહ્યું હતું કે હું કોંગ્રેસી હતો અને આજે પણ કોંગ્રેસી છું. આપણે દેશભક્ત છીએ. આપણે રાજીવ ગાંધીની શહાદતને કેવી રીતે ભૂલી શકીએ. આપણે દેશ માટે જીવ આપી શકીએ છે. હું 14 વર્ષની ઉંમરમાં કોંગ્રેસી બની ગયો હતો અને ત્યારથી કોંગ્રેસી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે 1993માં થયેલા એક આતંકવાદી હુમલામાં મનિંદરજીત સિંહ બિટ્ટાને ગંભીર ઇજા પહોંચી હતી અને અન્ય 9 લોકોના મોત નિપજ્યાં હતા. મનિંદરજીત સિંહ બિટ્ટા ત્યારથી જ આ કેસના આરોપી ભુલ્લરને ફાંસીના માંચડે પહોંચાડવા માટે લડાઇ લડી રહ્યાં છે.

English summary
Youth Congress leader MS Bitta Friday alleged no one - including his Congress party - had come forward to help him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X